કોઇ પણ બેંકમાંથી લોન મેળવી આપવાની જાહેરાત કરીને ઘરે બેઠા ચુનો ચોપડતા
લોન મંજુર થયાના બનાવટી ચેક કુરીયરથી મોકલીને પ્રોસેસીંગ ફી આંગડીયા મારફતે ભરાવતા હતા
પૈસા મળી ગયા બાદ ચેક બાઉન્સ થાય તો બેંકમાં કંઇક પ્રોબ્લેમ હશે તેમ જણાવતા
અલગ અલગ નામ ધારણ કરીને દંપત્તિ લોકોને પોતાના ઝાંસામાં લેતા હતા
વડોદરા. એક વર્ષથી વધુના સમયમથી પ્રચાર માધ્યમોમાં 10 દિવસમાં લોનની જાહેરાત આપીને લોકોને આકર્ષવામાં આવતા હતા. લોનની પ્રક્રિયા ઓનલાઇન કરીને પ્રોસેસીંગ ફી ના નાણાં આંગડીયા મારફતે મંગાવીને દંપત્તીએ અનેક લોકોને ચુનો ચોપડ્યો હતો. આખરે અલગ અલગ શહેરોમાં ઠગાઇનો શિકાર થયેલો લોકોએ ફરિયાદ કરાતા પોલીસે દંપત્તિને ઝપડી સમગ્ર કૌભાંડ ખુલ્લુ પાડ્યું હતું.
પ્રચાર માધ્યમોમાં એક વર્ષ અગાઉથી વિવિધ પ્રકારની લોન મેળવવા માટે સંપર્ક નંબર સાથે જાહેરાત આપવામાં આવતી હતી. જે લોકો લોન મેળવવા માટે જાહેરાતમાં આપેલા નંબર પર ફોન કરે તો તેમને પોતાના નામ ચિરાગ સોની, નીશા પટેલ તથા અનીતા ગુપ્તા જેવા જણાવવમાં આવતા હતા. અને પોતાનું ડેઝીગ્નેશન બેંકના લોન વિભાગનું હોવાનું કહેવામાં આવતું હતું. તેમ કહીને વિશ્વાસમાં લઇને લોન ઇચ્છુક વ્યક્તિ પાસેથી વોટ્સએપથી ડોક્યુમેન્ટ્સ મંગાવવામાં આવતા હતા અને પોતોના ઘરે ડાઉનલોડ કરી દેતા હતા.
ત્યાર બાદ લોન ઇચ્છુક વ્યક્તિને લોન મંજુર થવા અંગે જે બેંકમાંથી લોન લેવા માંગતા હોય તે બેંકનો ખોટો મંજુરી પત્રક વોટ્સએપ પર મોકલવામાં આવતો હતો. મેસેજ મોકલ્યા બાદ ચેક કુરીયર મારફતે જે તે વ્યક્તિના સરનામે મોકલવામાં આવતો હતો. તે પહેલા પોતાની પ્રોસેસીંગ ફી આગડીયામાં પૈસા જમા કરાવવા માટે જણાવતા હતા. આંગડીયા મારફતે મોકલવામાં આવતા નાણાંને મિતેશ શાહ મંગાવતો હતો. અને નાણાં લઇ લેતો હતો.
આંગડીયા મારફતે નાણાં લીધા બાદ જ્યારે લોન લેનાર વ્યક્તિ ચેક જમા કરાવવા જાય ત્યારે ચેક બાઉન્સ થતા હતા. આ અંગે લોન આપનારનો સંપર્ક કરતા જવાબ મળતો કે બેંકમાં કોઇ પ્રોબ્લેમ હશે. તે ક્લીઅર થતા તમારા ખાતામાં લોન જમા કરાવી દેશે તેવી ખાત્રી આપતા હતા.
આ રીતે ઠગાઇનો ભોગ બનનારે ગરબાડા પોલીસ સ્ટેશન અને ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદના આધારે ઠગ દંપત્તિ મિતેશ ઉર્ફે મલ્કેશ કનૈયાલાલ અને રક્ષાબેન મિતેશ શાહની પંચમહાલ - ગોધરા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઘરપકડ કરવામાં આવી હતી.