અજાણ્યા વ્યક્તિએ હાઇ કરીને મેસેજ લખતા મહિલાએ તમે કોણ છો તેવું પુછ્યુ: સામે જવાબ આવ્યો સેક્સી બોય
અચાનક હવે બતાવું વિડીયોકોલ ઉપર કોઇ જોઇ ના જાય ધ્યાન રાખજો, મેસેજ આવ્યા બાદ વિડીયો કોલ આવ્યો અને મહિલા ડઘાઇ ગઇ
મોબાઇલ એપ્લીકેશનના ઉપયોગથી મનની વિકૃતિઓ સંતોષવાની ચોંકાવનારી ઘટના લાલ બત્તી સમાન
વડોદરા. શહેરના સીટી વિસ્તારમાં રહેતી ડિવોર્સી મહિલાના વોટ્સ એપમાં મેસેજ કરીને યુ આર સો સ્વીટ, જેવો મેસેજ કરીને વાતની શરૂઆત અજાવ્યા વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. વાતચીતમાં યુવકે વિડીયો કોલ કરીને બિભત્સ ચેનચાળા કરતા ત્રસ્ત મહિલાએ શહેરના વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જુના સીટી વિસ્તારમાં 37 વર્ષિય રેખાબેન (નામ બદલ્યું છે) બે બાળકો સાથે છે. અને તેમના ડિવોર્સ થયેલા છે. 5 ઓક્ટોબરના રોજ બપોરે એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં હાઇ લખીને આવ્યું હતું. અજાણ્યા વ્યક્તિની ભાળ મેળવવા માટે મહિલાએ તમે કોણ છો તેવો વળતો મેસેજ કર્યો હતો. જવાબમાં અજાણ્યા વ્યક્તિએ સેક્સી બોય હોવાનું જણાવી યુ આર સો સ્વીટનો મેસેજ કર્યો હતો.
ત્યાર બાદ ફરીથી રેખા બેને અજાણ્યા નંબર પરથી આવેલા વ્યક્તિની ભાળ મેળવવા માટે તમે કોણ છો તેવું પુછવા મેસેજ કર્યો હતો. તેના જવાબમાં મેરેજ થઇ ગયા તેવો મેસેજ આવ્યો હતો. રેખા બેને તમે જાણીને શું કરશો તેવું પુછ્યું હતું. પરંતુ અજાણ્યા વ્યક્તિએ કોઇ જવાબ આપ્યો ન હતો.
વોટ્સએપ કોલમાં અંધારૂ છવાયા બાદ યુકવ બિભત્સ ચેનચાળા કરતો દેખાયો
થોડાક સમય બાદ રેખાબેનના વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો કે. હવે બતાવું વિડીયોકોલ ઉપર કોઇ જોઇ ના જાય ધ્યાન રાખજો. અને વિડીયો કોલ કરવા જણાવ્યું હતું. વિડીયો કોલ કરતા રેખાબેનને સ્ક્રીન પર અંધારૂ છવાયું હતું. ત્રીજી વખત આવેલા વિડીયો કોલમાં અજાણ્યા યુવકે બિભત્સ ચેનચાળા કર્યા હતા. જેથી રેખાબેને તેને બ્લોક કરી દીધો હતો.
રેખાબેને અજાણ્યા યુવકને પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યું તો જવાબ સોરી આવ્યો
બીજા દિવસે સવારે ગુડ મોર્નીંગ ભાભી નામનો મેસેજ રેખાબેનને કર્યો હતો. રેખાબેને વળતો મેસેજ કર્યો કે, ફોન રીસીવ કરો. નહી તો તકલીફ થઇ જશે. પોલીસ કમ્પલેઇન કરૂ છું, મજાક ન સમજતા. અજાણ્યા વ્યક્તિએ જવાબ આપ્યો કે, મારે રીસીવ નથી કરવો રોંગ નંબર પર મેસેજ થઇ ગયો હતો. સોરી તમારો નંબર હશે તેવી ખબર નથી.
આખરે રોમીયોના ત્રાસથી કંટાળેલા રેખાબેને વાડી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંઘાવી હતી. પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી હતી. મોબાઇલ એપ્લીકેશનના ઉપયોગથી મનની વિકૃતિઓ સંતોષવાની ચોંકાવનારી ઘટના લાલ બત્તી સમાન છે.
- અજાણ્યા વ્યક્તિએ હાઇ કરીને મેસેજ લખતા મહિલાએ તમે કોણ છો તેવું પુછ્યુ: સામે જવાબ આવ્યો સેક્સી બોય
- અચાનક હવે બતાવું વિડીયોકોલ ઉપર કોઇ જોઇ ના જાય ધ્યાન રાખજો, મેસેજ આવ્યા બાદ વિડીયો કોલ આવ્યો અને મહિલા ડઘાઇ ગઇ
- મોબાઇલ એપ્લીકેશનના ઉપયોગથી મનની વિકૃતિઓ સંતોષવાની ચોંકાવનારી ઘટના લાલ બત્તી સમાન