વડોદરા. માર્ચ – 2020માં સીટી પોલીસ સ્ટેશનના PSI તથા અન્ય પોલીસ કર્મીઓ દ્વારા હાથીખાના વિસ્તારમાં રમાતા જુગાર પર રેડ કરવામાં આવી હતી. પોલીસની રેડમાં છ આરોપીઓ પૈકી દાનિશ શેખનું ધાબા પરથી પડી જવાને કારણે મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે પરિવારજનોએ આક્ષેપ લગાડ્યો હતો કે, પોલીસ કર્મીઓ દ્વારા માર મારીને ફેંકી દેવાને કારણે દાનિશ ઉર્ફે ભોલુ શેખનું મૃત્યુ થયું હતું. આ મામલે કોર્ટ દ્વારા સિટી પોલીસ સ્ટેશનના PI દ્વારા ફરિયાદ પર શું કાર્યવાહી કરી તે અંગે નોટીસ ઇશ્યુ કરવામાં આવી છે.

તાજેતરમાં ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં શેખ બાબુ કસ્ટો઼ડીયલ ડેથ મામલે 6 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. અને તમામ સામે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. દરમિયાન વડોદરામાં સીટી પોલીસ સ્ટેશનના કર્મીઓ દ્વારા માર્ચ – 2020માં કરવામાં આવેલી જુગાર રેડ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. પરિવારજનોના આક્ષેપ પ્રમાણે દાનિશે તેના ભાઇને મૃત્યુ સમયે જણાવેલ કે સીટી પોલીસ સ્ટેશનના PSI નિનામા તથા પોલીસ કર્મીઓ દ્વારા માર મારીને ફેંકી દેવાને કારણે તેનું મૃત્યુ થયું હતું.

પરિવારજનોએ એપ્રીલ-2020માં શહેર પોલીસ કમિશ્નરને લેખીતમાં અરજી કરી સીટી પોલીસ સ્ટેશનના PSI તથા સહકર્મીઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પરંતુ ત્રણ મહિના જેટલો સમય વિતી જવા છત્તા કોઇ કાર્યવાહી ન કરાતા પરિવારજનોએ રાજ્યના ડીજીપી તથા ગૃહરાજ્ય પ્રધાન અને વડોદરા પોલીસ કમિશ્નરને સમગ્ર મામલે પોલીસ કર્મી વિરૂદ્ધ ગુનો નોંધવા તથા મામલાની તપાસ સીઆઇડી પાસે કરાવવાની માંગ કરી હતી. ત્યાર બાદ પણ કોઇ કાર્યવાહી ન કરાતા આખરે વડોદરાની કોર્ટમાં આરોપી વિરૂદ્ધ ગુનો નોંધવા માટે ફરિયાદ કરી હતી.

ફરિયાદીના વકીલ વિરાજ ઠક્કરના જણાવ્યા મુજબ, 15 સપ્ટેમ્બરના રોજ નામદાર જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ, વડોદરાની કોર્ટમાં ફરિયાદની મુદત હતી. સુનવણી દરમિયાન ફરિયાદ અને પુરાવાઓને ધ્યાનમાં લઇ પ્રાથમિક ફરિયાદ સીટી પોલીસ ઇન્સ્પેક્ટરને આપવામાં આવેલ હોય હાલની કોર્ટ ફરિયાદ સ્ટે કરીને સીટી પોલીસ સ્ટેશનના PI એ આજદિન સુધી ફરિયાદની ફરિયાદ ઉપર શું કાર્યવાહી કરવામાં આવી તે અંગેની માહિતી માંગતો હુકમ કર્યો હતો. જેનો રીપોર્ટ દિન-15માં કોર્ટમાં રજૂ કરાવવાનો હુકમ નામદાર કોર્ટે કર્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !