એસ.જી.એસ.ટી.ની કચેરીમાં ઓનલાઇન એકાઉન્ટના પાસવર્ડ બદલાવવા જતા રિફંડનું કૌભાંડ ખુલ્લુ પડ્યું
કોઇ પણ પ્રકારના વ્યવહાર વગર જી.એસ.ટી પત્રકોમાં ખોટી માહિતી ભરી રીફંડ ક્લેઇમ કરવામાં આવ્યું
ખોટી રીતે ક્લેઇમ કરવામાં આવેલું રીફંડ ખોટા દસ્તાવેજોના ઉપયોગથી ખોલવામાં આવેલા બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યું હતું
વડોદરા. મેસર્સ ટેલેન્ટ એનીવેર સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના લોગ ઇન આઇડી અને પાસવર્ડનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજો પુર્વ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા બનાવવામાં આવ્યા હતા. GST પત્રકોમાં ખોટા વ્યવહારો દર્શાવીને બેંકમાંથી રૂ. 72.16 લાખનું રિફંડ મેળવીને નાણાંની ઉચાપત કરનાર પૂર્વ GST કન્સલ્ટન્ટ વિરૂદ્ધ છેતરપિંડી આચરવાનો બનાવ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
અલકાપુરી ડો. વિક્રમ સારાભાઇ માર્ગ પર વડોદરા હાઇપર નોર્થ વિંગના પ્રથમ માળે મેસર્સ ટેલેન્ટ એનીવેર સર્વિસીઝ પ્રા. લી. કંપની આવેલી છે. કંપની દ્વારા આઇટી સર્વિસ નિકાસ કરવામાં આવે છે. કંપનીમાં ડિરેક્ટર તરીકે શ્રીધર દક્ષિણામુર્થ વાંગળા અને કૌશલ ચોક્સી છે. કંપની દ્વારા આઇ.ટી સર્વિસ નિકાસ કરવા બદલ મટીરીયલ અથવા તો સર્વિસ માટે રિફંડ મેળવતા હોય છે. કંપનીનો જી.એસ.ટી નંબર 1/07/2017 થી મેળવેલો છે. અને તેઓ જાન્યુઆરી - 2019 થી રીફંડ મેળવી રહ્યા છે.
30 સપ્ટેમ્બરના રોજ કંપનીના ડાયરેક્ટર શ્રીધર દક્ષિણામુર્થ વાંગળા એસ.જી.એસ.ટી. ના ઘટક - 39 માં પાસવર્ડ બદલવા માટે આવ્યા હતા. અને કંપનીના વ્યવહાર ન હોવાની મૌખીક રજુઆત કરી હતી. દરમિયાન કંપનીની રીફંડ અરજી પ્રોસેસ થયેલી હોવાને કારણે કંઇક ખોટું થયાની આશંકા વ્યક્ત કરી હતી. તેમજ કંપની દ્વારા પંજાબ એન્ડ સિંધ બેંકમાં કોઇ ખાતુ ન હોવાની વાત રજૂ કરી હતી.
મામલાની વધુ તપાસ કરતા કંપનીના પુર્વ જી.એસ.ટી. કન્સલ્ટન્ટ દિલીપ પટેલ દ્વારા પંજાબ એન્ડ સિંધ બેંક, ઇન્દિરા એવન્યુ રોડ, વિશ્વામિત્રી બ્રીજ - વડોદરા ખાતે બે એકાઉન્ટ ખોલાવીને જી.એસ.ટી.આર. - 3 બી માં ખોટી સહિ કરી ખોટા વ્યવહારો બતાવી રીફંડ મેળવ્યું હતું. જે વિભાગ દ્વારા મંજુર કરવામાં આવ્યું હતું. રિફંડ પેટે રૂ. 72.16 લાખ દિલીપ પટેલ દ્વારા ખોલવામાં આવેલા એકાઉન્ટમાં જમા થયા હતા. કંપનીના ડાયરેક્ટરની જાણ બહાર લાખો રૂપિયાના વ્યવહાર કરવા બદલ રાવપુરા પોલીસ સ્ટેશનમાં પુર્વ જી.એસ.ટી કન્સલ્ટન્ટ દિલીપ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે પોલીસે આ મામલે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.