• નિવૃત્ત બેંક અધિકારી અને ઠગ એકબીજાને કાશ્મીર પ્રવાસ વખતે વર્ષો પહેલા મળ્યા હતા
  • લક્ષ્મી હાઉસીંગમાં ઓળખાણ હોવાથી બારોબાર દુકાન મેળવવા માટે નિવૃત્ત અધિકારીએ પુત્રોના NRE એકાઉન્ટમાંથી લાખો રૂ ચુકવ્યા
  • બેંક – રેલવેમાં નોકરી ઇચ્છતા લોકો માટે ટ્યુશન કરાવતા હોવાનું જણાવી 13 લોકો પાસેથી રૂ. 30 લાખ ખંખેર્યા

વડોદરા. બેંક માંથી નિવૃત્ત સુધાકર રાવલ સાથે જુની ઓળખાણ ધરાવાત જયરાજ વાસુદેવ સાગર દ્વારા લક્ષ્મી હાઉસીંગ, ગોરવા ખાતે લકી ડ્રો માં દુકાનો અપાવવાની વાત કરી હતી. અને આ સંદર્ભે રૂ. 75 લાખ ચેક પેટે ચુકવવામાં આવ્યા હતા. પરંતુ ત્યાર બાદ દુકાન આપવા મામલે ઠાગાઠૈયા કરતા સુધાકર રાવલ પોતે છેતરાયા હોવાનું સમજી ગયા હતા. તથા જયરાજ વાસુદેવ સાગર અને બાલાવેંકટેશ્વર જેટ્ટી વાસુદેવરાવ દ્વારા રેલવે અને બેંકમાં નોકરી આપવાનું કૌભાંડ પણ આચરવામાં આવ્યું હતું. આમ, બંન્ને કૌભાંડો મળીને રૂ. 92.92 લાખની ઠગાઇ મામલે ગોત્રી પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ ફરિયાદ મુજબ બેંક લાકાત થઇ હતી. અને એક માસની ટુર દરમિયાન મિત્રતા કેળવાઇ હતી. ત્યાર બાદથી લઇને લાંબા સમય સુધી તેઓ એકબીજાના સંપર્કમાં હતા. દરમિયાન વર્ષ 2018 માં એક દિવસ જયરાજ વાસુદેવ સાગરે સુધાકર રાવલના ઘરે આવીને લક્ષ્મીપુરા હાઉસીંગ, ગોરવામાં અમારી ઓળખાણ છે તેમ જણાવ્યું હતું. અને હાઉસીંગ બોર્ડની દુકાનો વેચચવાની છે. આમતો હાઉસીંગની દુકાનો માટે ડ્રો થતા હોય છે. પરંતુ મારી ઓળખાણને કારણે તમને બારોબાર અપાવી દઇશ તેમ કહ્યું હતું. ઓળખાણથી દુકાન લેવા માટે સુધાકર રાવલે વિદેશમાં રહેતા પોતોના પુત્રોના NRE એકાઉન્ટમાંથી લાખો રૂપિયાની ચુકવણી જયરાજ વાસુદેવ સાગરને કરી આવી હતી.

તેની સાથે જયરાજ વાસુદેવ સાગર અને તેના જમાઇ બાલાવેંકટેશ્વર જેટ્ટી વાસુદેવરાવે સુધાકર રાવલને મળીને પોતે બેંક તથા રેલવેમાં નોકરી અપાવવા માટે ક્લાસ ચલાવતા હોવાનું પણ જણાવ્યું હતું. અને તે સંદર્ભે કોઇ ઓળખીતાને નોકરી માટે ક્લાસની જરૂર હોય તો મોકલવાની તાકીદ કરી હતી. જેમાં સુધાકર રાવલના ઓળખાણના 13 લોકોને બેંક તથા રેલવેમાં નોકરીની લાલચ આપીને રૂ. 30.50 લાખની ઉઘરાવ્યા હતા.

જયરાજ વાસુદેવ સાગર (રહે- પુજા પાર્ક, અખીલેશ એપાર્ટમેન્ટની બાજુમાં રેસકોર્ષ) અને તેના જમાઇ બાલાવેંકટેશ્વર જેટ્ટી વાસુદેવરાવ (શિવાલય રેસીડેન્સી, લક્ષ્મીપુરા તળાવ) દ્વારા હાઉસીંગ બોર્ડ, ગોરવામાં દુકાનો લેવા તથા રેલવે અને બેંકમાં નોકરી અપાવવા મામલે કુલ મળીને રૂ. 92.92 લાખની છેતરપીંડી કરી હતી. જેને લઇને બંન્ને સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે બંંન્ને સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud