એલાઇવ્ઝ જીમના પાર્ટનર કૈલાશ જાધવે બીજા પાર્ટનર ડો. દેવાંગ શાહને કરોડો રૂપિયાનો ચુનો ચોપડ્યો હતો. આ અંગેની શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયા બાદથી તે ફરાર છે
કૈલાશ જાધવ દ્વારા અગાઉ દિલ્લીની કાર્ડિયો ફિટનેસ ઇન્ડિયા પ્રા.લી. પાસેથી રૂ. 97.44 લાખના જીમના સાધનો ખરીદવામાં આવ્યા હતા.
ક્રોસફીટ, જીમના વેઇટ, તથા અન્ય સાધનો બદલ કૈલાશે રૂ.62.96 લાખ રૂપિયાની ચુકવણી કરી હતી. અને બાકીના પૈસાની ચુકવણી માટે પોસ્ટ ડેટેડ (આગળની તારીખોના) ચેક આપવામાં આવ્યા હતા.
રૂ. 6.61 લાખના 6 ચેકનું સ્ટોપ પેમેન્ટ (પૈસા અકાવવા) કરી દેવામાં આવ્યો હતો. જેના અનુસંધાને કંપનીઓ વકીલ મારફતે પૈસા ભરપાઇ કરવાની નોટીસ 1 માર્ચ,2016માં ફટકારી હતી
ઠગ કૈલાશ જાધવના વડોદરામાં કરવામાં આવેલા કૌભાંડની જાણ થતા દિલ્લીની કંપની સંચલકોએ વડોદરાના ડો.દેવાંગ શાહનો સંપર્ક કર્યો હતો. અને તે અંગેની પોલીસ ફરિયાદ સહિતની જરૂરી ડિટેલ્ટ માંગવામાં આવી હતી
દિલ્લીનું કંપની મેનેજમેન્ટે ઠગ કૈલાશ જાધવ વિરૂદ્ધના ડોક્યુમેન્ટ્સનો અભ્યાસ કરીને કાયદાની રાહે વધુ કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું છે
વડોદરા. એલાઇવ્ઝ જીમ પાર્ટનરને દગો આપનાર ઠગ કૈલાશ જાધવની મુશ્કેલીઓમાં દિવસેને દિવસે વધારે થતો જોવા મળી રહ્યો છે. કૈલાશે અગાઉ દિલ્લીની કંપની પાસેથી જીમના સાધનોની ખરીદી કરી હતી. જેમાં અમુક રકમની ચુકવણી પોસ્ટ ડેટેડ ચેક દ્વારા કરવામાં આવી હતી. તેમાંથી રૂ. 6.61 લાખના 6 પોસ્ટ ડેટેડ ચેકનું પેમેન્ટ અટકાવી દેવામાં આવ્યું હતું અને કંપનીએ તેના અનુસંધાને કૈલાશને નોટીસ પણ આપી હતી. હવે દિલ્લીના કંપની સંચાલકોએ વડોદરામાં ઠગાઇનો શિકાર થયેલા ડોક્ટર દેવાંગ શાહનો સંપર્ક કરીને વધુ વિગતો મેળવી છે. અને કૈલાશ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરી છે.
લક્ઝુરીયસ લાઇફ જીવવા માટે ટેવાયેલા જીમ પાર્ટનર કૈલાશ જાધવે અત્યાર સુધી અનેક જગ્યાઓ પર છેતરપીંડી કરતા પણ અચકાતો ન હતો. પાર્ટનરશીપ કર્યા બાદ ડો. દેવાંગ શાહને વર્ષોથી હિસાબો મામલે ગોળ ગોળ ફેરવ્યા બાદ એકાઉન્ટના ઓડિટના કૈલાશના આર્થિક કૌભાંડનો પર્દાફાસ થયો હતો. આખરે ડોક્ટર દેવાંગ શાહે શહેર ક્રાઇમ બ્રાન્ચમાં કૈલાશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી તે ફરાર થયો છે. દરમિયાન કૈલાશની જુની છેતરપિંડી સામે આવી હતી. કૈલાશ જાધવે જીમ મશીનરી સપ્લાય કરતી કાર્ડિયો ફિટનેસ ઇન્ડિયા પ્રા.લી. પાસેથી રૂ. 97.44 લાખના ક્રોસ ફીટ, ફ્રી વેઇટ, સહિતના સાધનો ખરીદ્યા હતા. ખરીદીની ચુકવણી કૈલાશે રૂ.62.96 લાખ રૂપિયાની ચુકવણી કરી હતી. અને બાકીના નાણાની ચુકવણી માટે પોસ્ટ ડેટેડ ચેક આપ્યા હતા.
જેમાંથી રૂ. 6.61 લાખના 6 ચેકનું કૈલાશ દ્વારા બેંકમાં સ્ટોપ પેમેન્ટ કરીને અટકાવી દેવામાં આવ્યો હતો. કંપનીને માલ સામાનના અંદાજીત રૂ. 36.66 લાખ બાકી લેવાના નાણાં અટકાવ્યા હતા. જેને પગલે કંપની દ્વારા વકીલ મારફતે કૈલાશને આ અંગેની નોટીસ પણ ફટકારવામાં આવી હતી. દિલ્લીના કંપની સંચાલકને કૈલાશ જાધવની કરોડોની ઠગાઇ અંગેની જાણ થતાની સાથે ડો. દેવાંગ શાહનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઠગાઇ અંગેની વિગત મેળવી હતી. દિલ્લીની કંપનીના સંચાલકો કૈલાશ જાધવ સામેના કેસની વિગતનો અભ્યાસ કરી રહ્યા છે. ત્યાર બાદ કૈલાશ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે.
ડો. દેવાંગ શાહના જણાવ્યા અનુસાર, દિલ્હીની કંપનીના રૂ. 36.66 લાખના અલગ અલગ ચેક પર મારી જાણ બહાર ખોટી સહી કરવામાં આવી હતી. અને કૈલાશે એકાઉન્ટ બુકમાં પોતાના પર્સનલ એકાઉન્ટ માંથી પેમેન્ટ થયું હોવાનું બતાવ્યું હતું.
- એલાઇવ્ઝ જીમના પાર્ટનર કૈલાશ જાધવે બીજા પાર્ટનર ડો. દેવાંગ શાહને કરોડો રૂપિયાનો ચુનો ચોપડ્યો હતો. આ અંગેની શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયા બાદથી તે ફરાર છે
- કૈલાશ જાધવ દ્વારા અગાઉ દિલ્લીની કાર્ડિયો ફિટનેસ ઇન્ડિયા પ્રા.લી. પાસેથી રૂ. 97.44 લાખના જીમના સાધનો ખરીદવામાં આવ્યા હતા.
- ક્રોસફીટ, જીમના વેઇટ, તથા અન્ય સાધનો બદલ કૈલાશે રૂ.62.96 લાખ રૂપિયાની ચુકવણી કરી હતી. અને બાકીના પૈસાની ચુકવણી માટે પોસ્ટ ડેટેડ (આગળની તારીખોના) ચેક આપવામાં આવ્યા હતા.
- રૂ. 6.61 લાખના 6 ચેકનું સ્ટોપ પેમેન્ટ (પૈસા અકાવવા) કરી દેવામાં આવ્યો હતો. જેના અનુસંધાને કંપનીઓ વકીલ મારફતે પૈસા ભરપાઇ કરવાની નોટીસ 1 માર્ચ,2016માં ફટકારી હતી
- ઠગ કૈલાશ જાધવના વડોદરામાં કરવામાં આવેલા કૌભાંડની જાણ થતા દિલ્લીની કંપની સંચલકોએ વડોદરાના ડો.દેવાંગ શાહનો સંપર્ક કર્યો હતો. અને તે અંગેની પોલીસ ફરિયાદ સહિતની જરૂરી ડિટેલ્ટ માંગવામાં આવી હતી
- દિલ્લીનું કંપની મેનેજમેન્ટે ઠગ કૈલાશ જાધવ વિરૂદ્ધના ડોક્યુમેન્ટ્સનો અભ્યાસ કરીને કાયદાની રાહે વધુ કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું છે