વડોદરા. પંચવટી ખાતે આવેલી કેનાલમાં રવિવારે કપડા ધોવા માટે માતા પુત્રી ગયા હતા. દરમિયાન પગ લપસી જવાને કારણે પુત્રી કેનાલમાં તણાઇ હતી. તેને બચાવવા જતા માતા પણ કેનાલમાં તણાઇ હતી. સ્થાનિકોને ઘટનાની જાણ થતા તુરંત ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કેનાલમાં તણાયેલા માતા-પુત્રીની ભાળ મેળવવા સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું.
રવિવારે સવારે ગોરવા પંચવટી પાસે આવેલા અંકોડિયા ગામ નજીકથી પસાર થતી કેનાલમાં 25 વર્ષિય શિલ્પાબેન અને તેમની 5 વર્ષિય પુત્રી ઉર્વશી કેનાલ કિનારે કપડા ધોવા માટે આવ્યા હતા. માતા કપડા ધોતી હતી ત્યારે પુત્રીનો પગ લપસી જવાને કારણે તે કેનાલમાં તણાવવા લાગી હતી. પુત્રીને તણાતી જોતા માતાએ તેને બચાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. પરંતુ માતા અને પુત્રી બંન્ને કેનાલમાં તણાઇ ગયા હતા. માતા તણાતા તેમણે મદદ માટે બુમો પાડી હતી. જેને કારણે રાહદારીઓનું ધ્યાન તેમના તરફ ગયું હતું.
રાહદારીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડે ઘટના અંગે જાણ કરી હતી. લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે ઘસી આવી કેનાલમાં તણાયેલા માતા-પુત્રીની ભાળ મેળવવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. બનાવની જાણ થતા ગોરવા પોલીસ સ્ટેશનના કર્મીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. માતા - પુત્રી દાહોદના શ્રમજીવી પરિવારમાંથી આવી છે. મહિલાના પતિ ઇન્ટરનેટની ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. સાંજ સુધી માતા - પુત્રીની ભાળ મેળવવા માટેની કામગીરી ચાલી હતી.