• જી.એસ.ટી ડિપાર્ટમેન્ટ દ્વારા માર્ચ માસમાં એલાઇવ્ઝ જીમ ખાતે સર્ચ કરવામાં આવી હતી
  • ડો. દેવાંગ શાહે કરોડોની ઠગાઇ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવ્યા બાદ થી કૈલાશ જાધવ ફરાર થયો
  • એલાઇવ્ઝ જીમના પાર્ટનર ડો. દેવાંગ શાહ અને કૈલાશ જાધવ સામે રૂ. 54.37 લાખની વસુલાત મામલે કેનેરા બેંક ડેબ્ટ રીકવરી ટ્રાઇબ્યુનલ અમદાવાદમાં ગઇ છે, અને ટ્રાઇબ્યુનલે બંન્ને જીમ પાર્ટનરને સમન્સ પાઠવ્યો છે
  • ફરાર થયેલા ઠગ કૈલાશ જાધવને ડેબ્ટ રીકવરી ટ્રાઇબ્યુનલ અને જી.એસ.ટી વિભાગમાંથી સમન્સ મળ્યા બાદ તેની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે

વડોદરા. એલાઇવ્ઝ જીમ એન્ડ ફીટનેસ સેન્ટરના બંન્ને પાર્ટનર ડો. દેવાંગ શાહ અને કૈલાશ જાધવ પાસેથી રૂ. 54.37 લાખની વસુલાત મામલે કેનેરા બેંક ડેબ્ટ રીકવરી ટ્રાઇબ્યુનલ, અમદાવાદમાં ગઇ છે. ટ્રાઇબ્યુનલે બંન્નેને હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે. દરમિયાન ઠગ કૈલાશ જાધવને હાજર થવા માટે જી.એસ.ટી વિભાગ દ્વારા અલગથી સમન્સ પાઠવવામાં આવ્યું છે. એક પછી એક સમન્સ મળતા ફરાર કૈલાશ જાધવની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે.

પાર્ટનર સાથે કરોડો રૂપિયાની ઠગાઇ મામલે એલાઇવ્ઝ જીમ એન્ડ ફીટનેસ સેન્ટનરા કૈલાશ જાધવ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. શહેર ક્રાઇમ બ્રાન્યમાં કરોડોની ઠગાઇ મામલે ડો. દેવાંગ શાહે પોતાના પાર્ટનર કૈલાશ જાધવ સામે ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થવા માટે નોટીસ મળતા જ કૈલાશ જાધવ ફરાર થયો હતો. હજી સુધી ઠગ કૈસાશ જાધવ શહેર ક્રાઇમ બ્રાન્ચની ધરપકડથી દુર નાસતો-ભાગનો ફરે છે. તેવા સમયે કેનેરા બેંક
દ્વારા એલાઇવ્ઝ જીમ એન્ડ ફીટનેસ સેન્ટરના પાર્ટનર ડો. દેવાંગ શાહ અને કૈલાશ જાધવ સામે રૂ. 54.37 લાખની વસુલાતનો મામલો ડેબ્ટ રીકવરી ટ્રાઇબ્યુનલ, અમદાવાદમાં લઇ જવાયો છે. અને ટ્રાઇબ્યુનલે બંન્ને પાર્ટનરને હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યો છે.

માર્ચ- 2020 માં જી.એસ.ટી વિભાગ દ્વારા એલાઇવ્ઝ જીમ એન્ડ ફિટનેસ સેન્ટરની રેસકોર્સ શાખામાં સરવે હાથ ધરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને જી.એસ.ટી વિભાગ દ્વારા કૈલાશ જાધવને 21 સપ્ટેમ્બરના રોજ હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યો છે. નાસતા ફરતા કૈલાશ જાધવને હાજર થવા માટે એક પછી એક બે અલગ અલગ વિભાગ દ્વારા સમન્સ મોકલાતા તેની મુશ્કેલીઓમાં આવનારા સમયમાં વધારો થઇ શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud