• એલાઇવ્ઝ જીમના બે પાર્ટનર પાસેથી રૂ. 54.34 લાખની વસુલાત મામલે કેનેરા બેંક ડેબ્ટ રિકવરી ટ્રીબ્યુનલમાં ગઇ 
  • કેનારા બેંક દ્વારા એલાઇવ્ઝ જીમ એન્ડ ફિટનેસ સેન્ટર પાસેથી બાકી નિકળતા લેણા મામલે ડેબ્ટ રીકવરી ટ્રાઇબ્યુનલ, અમદાવાદ પહોંચી
  • 1 સપ્ટેમ્બરથી જીમ પાર્ટનર કૈલાશ જાધવ ફરાર 

વડોદરા. એલાઇવ્ઝ જીમના કૈલાશ જાધવે પોતાના પાર્ટનર ડો. દેવાંગ શાહ સાથે રૂ. 3 કરોડની છેતરપીંડીનો મામલો ઉકલ્યો નથી. ત્યાં તો એલાઇવ્ઝ જીમના બંન્ને પાર્ટનર કૈલાશ જાધવ અને ડો. દેવાંગ શાહને કેનેરા બેંકના બાકી નિકળતા રૂ. 54.38 લાખની વસુલાત મામલે ડેબ્ટ રિકવરી ટ્રાઇબ્યુનલ, અમદાવાદમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.

શહેરમાં એક સમયે સેલીબ્રીટી સ્ટેટસ ધરાવતા એલાઇવ્ઝ જીમના એક પાર્ટનર કૈલાશ જાધવ દ્વારા બીજા પાર્ટનર ડો. દેવાંગ શાહ જોડે રૂ. 3 કરોડની છેતરપીંડી કરી હોવાની ક્રાઇમ બ્રાન્ચમાં કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે ઠગાઇ કરનાર કૈલાશ જાધવને હાજર થવા માટે નોટીસ આપતા જ તે પોતાના ઘરેથી ફરાર થયો હતો. 1 સપ્ટેમ્બરથી ફરાર કૈલાશ જાધવની આજદિન સુધી કોઇ ભાળ મળી શકી નથી. દરમિયાન રૂ. 54.34 લાખની વસુલાત મામલે કેનેરા બેંક એલાઇવ્ઝ જીમ એન્ડ ફિટનેસ સેન્ટરના પાર્ટનરો સામે ડેબ્ટ રિકવરી ટ્રાઇબ્યુનલ, અમદાવાદ ખાતે ગઇ હતી. અને ટ્રીબ્યુનલ દ્વારા બંન્ને પાર્ટનરને હાજર થવા માટે સમન્ય પાઠવવામાં આવ્યો છે.

એક તરફ કૈલાશ જાધવ પોલીસ ફરિયાદ બાદ ફરાર થયો છે, તો બીજી તરફ બેંક દ્વારા બાકી લેણાની વસુલાત મામલે ગાળીયો મજબુત કરવામાં આવી રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud