• હુમલો કરનાર રમણ પરમાર પહેલા ટાઇલ્સ બેસાડવાનું કામ કરતો હતો, છેલ્લા 15 વર્ષથી બેકાર છે
  • પત્નિ પર સતત શંકા રાખવાને કારણે દંપત્તિ વચ્ચે અવાર નવાર ઝગડા થતા હતા
  • સતત શંકાશીલ સ્વભાવને કારણે ત્રસ્ત પત્નિ પર ચપ્પુ વડે હુમલો થતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો


વડોદરા. માંજલપુર વિસ્તારમાં રહેતી 52 વર્ષીય પરિણીતા પર લગ્નના 35 વર્ષ પછી પુત્ર તથા અન્ય સાથે આડા સંબંધનો વહેમ રાખી ઝગડો કરી પતિએ ચપ્પુ હુલાવ્યું હતું. જેને કારણે મહિલાને ઇજા પહોંચી હતી. પતિના સતત શંકાશીલ વ્યવહારને કારણે આખરે કંટાળાયેલી પરિણીતાએ પતિ વિરુદ્ધ માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

માંજલપુર વિસ્તારમાં આવેલ કોતર તલાવડી પાસે 52 વર્ષીય પરણિતા પતિ અને પુત્ર સાથે રહે છે. અને માંજલપુર વિસ્તારની સોસાયટીમાં રસોઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 35 વર્ષ પહેલા તેણીના રમણ રણછોડભાઈ પરમાર સાથે લગ્ન થયા હતા. દંપત્તિને લગ્ન જીવન દરમિયાન ચાર સંતાનો છે. પરિણીતાના 4 સંતાન પૈકી બે દીકરી અને 1 દીકરાના લગ્ન થઇ ગયા છે. અને મોટા પુત્રના લગ્ન ન થયા હોય જેથી તે માતા પિતા સાથે રહે છે. રમણ સ્ટાઇલ્સ ઘસવાનું કામ કરતો હતો. અને હાલ છેલ્લા 15 વર્ષથી કઈ કામ ધંધો કરતો નથી.

પરિણીતા કામ અર્થે કોઈ પુરુષ સાથે અથવા તો મોટા પુત્ર સાથે વાતચીત કરે ત્યારે તારા આડા સબંધો છે તેવો વહેમ રાખી રમણ ઝગડો કરી મરરઝૂડ કરતો હતો. દરમિયાન શનિવારે બપોરે 12 વાગ્યે પરિણીતા રસોઈ કરી ઘરે પરત ફરી હતી. ત્યારે રસોડામાં ઉભેલા રમણે તું મોટા પુત્ર સાથે બાઈક પર બેસીને સંતાઈને કેમ ગઇ હતી.તારા તેની સાથે આડા સંબંધ છે. તેમ કહી પરિણીતા સાથે ઝઘડો કરી રમણે રસોડામાં પડેલું શાકભાજી કાપવાનું ચપ્પુ હુલાવ્યું હતું. જેને કારણે પત્નિને ઇજાઓ થવા પામી હતી. બનાવ અંગે પરિણીતાએ પતિ રમણ રણછોડભાઈ પરમાર વિરુદ્ધ માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud