ગોરવા સત્યમ એપાર્ટમેન્ટ ખાતે એસ.ઓ.જીએ રેઇડ કરી એક શખ્સની ધરપકડ કરી
શાકભાજીના વેપારીની તપાસ કરતા તેની પાસેથી રૂ. 15,500ની કિંમતનો 1.550 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો
વડોદરા. દારૂ કરતા સસ્તો અને સહેલાઇથી મળી જતો ગાંજો યુવા પેઢી માટે ખૂબ જ ઘાતક સાબીત થઇ રહ્યો છે. ખૂબ મોટા પ્રમાણમાં યુવાન-યુવતિઓ માદક પદાર્થનુ સેવાન કરવાના રવાડે ચઢી રહ્યાં છે. જેના પરિણામે રાજ્ય પોલીસ દ્વારા માદક પદાર્થનુ વેચાણ કરતા શખ્સોને ઝડપી પાડવા એક સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યું છે. જે અતંર્ગત શહેર પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગૃપને બાતમી મળતા ગોરવા વિસ્તારમાં શાકભાજીની આડમાં ગાંજાનુ વેચાણ કરતા શખ્શને ઝડપી પાડવામા આવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, ગોરવા વિસ્તારમાં આવેલા સત્યમ એપાર્ટમેન્ટ ખાતે રહેતા કપિલ અગ્રવાલ મુળ શાકભાજીનો વેપારી છે. જોકે તે છેલ્લા કેટલાક સમયથી શાકભાજીની આડમાં ચોરીછુપો ગાંજોનુ પણ વેચાણ કરતો હતો. જે અંગેની માહિતી શહેર પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગૃપને મળી હતી. જેના પરિણામે એસ.ઓ.જી દ્વારા સત્યમ એપાર્ટમેન્ટ ખાતે રહેતા શાકભાજીના વેપારી કપિલ અગ્રવાલના ઘરે રેઇડ કરવામાં આવી હતી. જ્યાં તપાસ દરમિયાન એસ.ઓ.જીને કપિલ પાસેથી રૂ. 15,500ની કિંમતનો 1.550 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા તેની અટકાયત કરવામાં આવી હતી.
એસ.ઓ.જીની પ્રાથમિક પુછપરછમાં કપિલને સુરતનો એક બંગાળી શખ્સ ગાંજોનો સપ્લાય પુરો પાડતો હતો. જોકે હાલ કોરોના વાઇરસની મહામારી ચાલતી હોવાથી પોલીસે તેના કોવિડ ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.