• કેમરોકના કલ્પેશ પટેલને મળી ઘમકી, દુબઇથી ફોન આવે તો ઉઠાવવાનો
  • કલ્પેશ પટેલ આણંદ મિત્રની ઓફિસે મળવા ગયો ત્યારે ત્રણ શખ્સો ઘસી આવ્યા
  • છેલ્લા કલ્પેશ પર ઘણા સમયથી વોચ રખાઇ
  • પાંચ કરોડ રૂપિયા તૈયાર રાખવા જણાવ્યું, દુબઇથી ફોન આવશે એટલે પૈસા લેવા આવીશું
  • કલ્પેશ પટેલે ગોત્રી પોલીસને જાણ કરતા પોલીસ એક્શનમાં આવી

વડોદરા. કેમરોક ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ એમ.ડી કલ્પેશ પટેલને ઇંદોરથી આવેલા ત્રણ શખ્સો દ્વારા રૂ. 5 કરોડની વસુલાત માટે ધમકી આપવામા આવી હતી. આ ત્રણેય શખ્સો રૂપિયાની વસુલાત માટે કલ્પેશ પટેલના ઘરે પણ પહોંચી ગયા હતા. જોકે આ મામલે કલ્પેશ પટેલે ગોત્રી પોલીસને જાણ કરતા પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી હતી.

કેમરોક ઇન્ડસ્ટ્રીઝન પૂર્વ એમ.ડી કલ્પેશ મહેન્દ્રભાઈ પટેલ હાલ રેસકોર્સ સર્કલ પાસે આવેલ એટ્લાનટીસ એપાર્ટમેન્ટ રહે છે. ગત તા. 5 સપ્ટેમ્બરના રોજ સાંજે 8 વાગ્યે કલ્પેશને ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, ઈન્દોરથી ફકરૃદ્દીન ઝોરાવાલા બોલું છું, મારે તમને મળવું છે. જેથી કલ્પેશે શું કામ માટે મળવું છે અને મને તમારી ઓળખાણ આપો તેમ કહ્યું હતું. ત્યારે ફકરૃદ્દીને મારે ફક્ત મળવું છે, તેમ જણાવ્યું હતું. જેથી કલ્પેશે ફકરૃદ્દીનને મળવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ ફકરૃદ્દીન અવાર નવાર કલ્પેશને ફોન કરતો હોવાથી કલ્પેશે તેનો નંબર બ્લોક કરી દીધો હતો.

દરમિયાન ગત તા.14 સપ્ટેમ્બરના રોજ કલ્પેશ આણંદ પાસે આવેલા વગાસી ગામમાં રહેતા તેના સગા મોહનિશ પટેલની ઓફિસ પર ગયો હતો. ત્યારે બપોરે 1.30 વાગ્યાની આસપાસ ફકરૃદ્દીનન ઝોરાવાલા, હબીબ અને કૃતાબ ઓફિસમાં ધસી આવ્યા હતા. “અમે ઈન્દોરથી આવ્યા છે અને ઘણા સમયથી તમારી ઉપર વોચ છે અમારી, અમે તમારા ઘરે પણ ગયા હતા. તમારા દરકે ઠેકાણાની અમને ખબર છે. અમે દુબઈના જોહર અબ્બાસીના રૂપિયા વસુલ કરવા આવ્યા છે. જેથી તમારી જેકઈ પણ મિલ્કત હોય તે જોહરના નામ પર કરી નાખો અને તાત્કાલિક પાંચ કરોડ રૂપિયાની આજને આજ વ્યસ્થા કરો. કાલે દુબઈથી ફોન આવશે એટલે પૈસા લેવા આવશું તમે પૈસા તૈયાર રાખજો” કહી ત્યાંથી જતા રહ્યા હતા.

ત્યારબાદ આણંદ ખાતે રહેતા કલ્પેશના મિત્ર નીતિન પરમારના વોટ્સ ઉપર દુબઈના નંબર પરથી એક મસેજ આવ્યો હતો. જેમાં મીટીંગનો ટાઈમ મોકલવામાં મેસેજ કરવામાં આવ્યો હતો. જેથી આ મામલે કલ્પેશ પટેલ તેમની પત્ની સાથે વકીલને મળવા માટે પહોંચ્યાં હતા. વકીલને મળી ઘરે પરત ફર્યા ત્યારે વોચમેને તેમણે જણાવ્યું કે, ફકરૃદીન ઝોરાવાલા, હબીબ અને કૃતાબ તમને મળવા આવ્યા હતા.  કાલે પણ આવવાના છે અને “દુબઈથી ફોન આવે તો ફોન ઉઠાવવાનો નહિ તો તમને અને તમારા પરિવારને ભારે પડશે” તેવી ધમકી આપી જતા રહ્યા હતા.

ત્યારબાદ શુક્રવારે સવારે ફકરૃદીન ફરી કલ્પેશ પટેલના ઘરે ધસી આવ્યો હતો અને પાંચ કરોડની સગવડ થઇ ગઈ કે નહિ અમને પૈસા આપી દે જો નહી તો મારી નાખશુ તેવી ધમકી આપી હતી. ત્યારે કલ્પેશે આખરે ગોત્રી પોલીસને જાણ કરતા તાત્કાલિક ધોરણે પોલીસ કલ્પેશના ઘરે  દોડી આવી હતી અને ફકરૃદીન ઝોરાવાલા, હબીબ અને કૃતાબની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેમરોક ઇન્ડસ્ટ્રીઝ કાર્બન ફાયબરના પ્રોડકશન માટે દેશ વિદેશમાં જાણતી હતી. વર્ષ 2006માં નેશનલ એરોસ્પેસ લેબોરેટરીએ કાર્બન ફાયરના ઉતાપદનની મંજૂરી આપી હતી. જેની માટે કંપનીએ 1600 કરોડથી વધારાની વિવિધ બેન્કો પાસેથી લોન લીધી હતી. અને આસોજ ખાતે કંપની શરૂ કરી હતી. જોકે વર્ષ 2011માં કેમરોક ઇન્ડસ્ટ્રીઝ ફડચામાં જતા એનપીએ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ કેમરોકના એમ.ડી કલ્પેશ પટેલ ફરાર થઇ ગયો હતો. આ મામલે આઇસીઆઇસીઆઇ બેન્કે રૂ. 120 કરોડની છેતરપીંડી મામલે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં ફરીયાદ નોંધાવી હતી. જેના પરિણામે કલ્પેશ પટેલ સામે રેડ કોર્નર નોટિસ પણ ઇસ્યૂ થઇ હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !