• વડોદરા મધ્યસ્થલ જેલની બેરેક નં-12માં અજજુ અને મોહસીન સાથે રહેતા હતા.
  •  બુધવારે મોહસીનની નજર સામે સાહીલ અન કિરણે અજ્જુ પર હુમલો કર્યો હતો.
  • મોહીસન વર્ષ 2015થી વડોદરા સેન્ટ્રલ જેલમાં છે.

વડોદરા . અઝરૂદ્દિન ઉર્ફે અજ્જુ કાણીયાની હત્યા મામલે ભરૂચ ડબલ મર્ડર કેસનો આરોપી ફરીયાદી બન્યો છે. મોહસીનખાન શરીફખાન પઠાણે સમગ્ર ઘટના તેની નજરે જોઇ હોવાથી તેણે આ મામલે ત્રણ શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી. જેથી રાવપુરા પોલીસે સાહીલ, કિરણ અને આફતાબ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.

ભરૂચ RSS  અગ્રણી શિરીશ બંગાળી અને પ્રગ્નેશન મિસ્ત્રીની વર્ષ 2015માં હત્યા કરવામાં આવી હતી. જેમાં મોહસીનખાન પઠાણની પણ સંડોવણી બહાર આવતા તેની ધરપકડ કરવામાં આવ હતી. મોહસીન છેલ્લા પાંચ વર્ષથી કાચા કામના કેદ તરીકે વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. મોહસીન અને અજ્જુ કાણીયો એક જ બેરેકમાં હોવાથી બન્ને વચ્ચે મિત્રતા બંધાઇ હતી. બેરેક નં-12માં આ બન્ને સાથે હૈદર મહમદ હનિફ શેખ, ફિરોઝ વઝીરમીયા શેખ, તથા પાસાનો આરોપી પાટીલ નામનો મરાઠી છોકરો પણ રહે છે.

ગત તા. 12 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગે મોહસીન બેરેકની બહાર નિકળતો હતો ત્યારે સુનિલ ઉર્ફે સાહીલને અજ્જુ સાથે તું તું મેં મેં થઇ હતી. પરંતુ બહુ મોટો ઝઘડો થયો ન થતા સાહીલને આફતાબ ઉર્ફે શીવાએ પોતાની પાસે બોલાવી લેતા તે ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ બુધવારે અજ્જુ અને મોહસીન ગેટની બહાર સર્કલમાં ફોન કરવા માટે ગયા હતા. પરંતુ ત્યાં વધુ ભીડ હોવાથી ફોન કર્યા વગર ત્યાંથી પરત બેરેક તરફ આવવા માટે નિકળ્યાં હતા. ત્યારે 11 વાગ્યાની આસપાસ બેરેક નં-4,5ની સામે સુનિલ ઉર્ફે સાહીલ પરમાર તથા કિરણ ઉર્ફે બોડિયો સોલંકીએ અજ્જુ અને મોહસીન ઉપર પાછળથી હુમલો કર્યો હતો.

દરમિયાન સાહીલે અજ્જુના ગળામાં લોખંડની પટ્ટી મારતા તે નિચે પડી ગયો હતો. તેવામાં સુનિલ તથા કિરણ બોડિયાએ મોહસીન ઉપર પણ હુમલો કરતા તેના હાથ અને માથામાં ઇજા પહોંચી હતી. આ દ્રશ્યો જોઇ નજીકમાં રહેલા કેદીઓ તથા સીપાહીઓ આવી પહોંચતા સાહીલ અને કિરણને પકડી પાડ્યાં હતા. ત્યારબાદ મોહસીન અન્ય કેદીઓની મદદથી અજ્જુને સેન્ટ્રલ જેલના દવાખાને લઇ ગયો હતો. જ્યાં મોસીન અને અજ્જુની સારવાર કરવામાં આવી હતી. જોકે વધુ સારવાર માટે અજ્જુને સયાજી હોસ્પિટલમાં લઇ જવામા આવ્યો હતો.

જ્યાં તેને ફરજ પરના તબીબો દ્વારા મૃતજાહેર કરવામા આવ્યો હતો. બનાવને પગલે રાવપુરા પોલીસે સુનિલ ઉર્ફે સાહીલ, કિરણ ઉર્ફે બોડિયો અને આફતાબ ઉર્ફે શીવા સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવહી હાથ ધરી હતી. જોકે અજ્જુ કાણીયાને સાહીલ અન આફતાબ સાથે અગાઉ પણ માથાકુટ ચાલતી હોવાની બાબતથી મોસીન અજાણ ન હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !