કરજણ વિધાનસભામાં પેટાચુંટણીના પ્રચાર અર્થે આવેલા ડેપ્યુટી સીએમ નિતીન પટેલ પર ફેેંકાયું ચપ્પલ
કુરાલી ગામે જાહેર સભા બાદ મિડીયા સમક્ષ ગુજરાત સરકારની સિદ્ધીઓ ગણાવતા ચપ્પલ ફેંકાયું
મુળ કોંગ્રેસી અને હવે ભાજપના ઉમેદવાર અક્ષય પટેલના પ્રચાર અર્થે નિતીન પટેલ કુરાલી ખાતે આવ્યા હતા
વડોદરા. પેટા ચુંટણીમાં મુળ કોંગ્રેસી અને હવે ભાજપના ઉમેદવાર અક્ષય પટેલના પ્રચારઅર્થે આવેલા રાજ્યના ડેપ્યુટી સીએમ નિતીન પટેલ પર ચપ્પલ ફેંકાયું હતું. કરજણમાં કુરાલી ખાતે મિડીયા સંબોઘન દરમિયાન નિતીન પટેલ પર ચપ્પલ ફેકાયું હતું. એક તરફ કરજણ વિધાનસભાની ચુંટણી જીતશે તેવો આશાવાદ ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રચારકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ ડેપ્યુટી સીએમ પર ચપ્પલ ફેકાયાની ઘટના સામે આવી હતી.
ગુજરાત રાજ્યમાં 8 વિઘાનસભા બેઠકો પર ચુંટણી પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. કરજણ વિધાનસભા પર ચુંટણી પ્રચાર કરવા માતે બે દિવસ પહેલા સ્મૃતિ ઇરાની આવ્યા હતા. સોમવારે ડેપ્યુટી સીએમ નિતીન પટેલ કુરાલી ખાતે જાહેર સભા સંબોધીને મિડીયા સમક્ષ પોતાની વાત રજુ કરી રહ્યા હતા. ત્યારે અચાનક લોકો તરફથી ડેપ્યુટી અજાણ્યા શખ્શે ડેપ્યુટી સીએમ પર ચપ્પલ માર્યું હતું. પેટા ચુંટણી પ્રચારમાં પ્રથમ વખત કોઇ નેતા પર ચપ્પલ ફેકવામાં આવ્યું હોવાની ઘટના સોમવારે કુરાલી ખાતે સામે આવી હતી.
https://youtu.be/RaID-ZBrVhw
ચુંટણી પ્રચાર માટેની જાહેર સભા પતાવીને ડેપ્યુટી સીએમ નિતીન પટેલ મિડીયા સમક્ષ કોરોના કાળમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી જણાવી રહ્યા હતા. દરમિયાન તેમના પર ચપ્પલ ફેંકાતા તેની આસપાસ ઉભેલા લોકો ક્ષણીક આસ્વસ્થ થયા હતા. જો કો ચપ્પલ ફેંકાયા બાદ પણ ડેપ્યુટી સીએમ નિતીન પટેલે પોતાની વાત પુરી કરી હતી.