વડોદરા. ગુજરાતમાં પેટા ચુંટણીમાં ઉમેદવારોને જીતાડવા માટે સ્ટાર પ્રચારકો એડીચોટીનું જોર લગાડી રહ્યા છે. ત્યારે કરજણ બેઠર પર કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના પ્રચાર અર્થે આવેલા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત પોલીસ પર અત્યંત સ્ફોટક નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભાજપનો ઉમેદવાર અભડાસામાં ડમી ફોર્મ ભરાવે છે. તેને રાજસ્થાનની પોલીસ શોધી રહી છે, અને ગુજરાત પોલીસ બચાવી રહી છે. તેવા સીધા આક્ષેપ કર્યા હતા. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના આક્ષેપ સાથે મળતી એક ઘટના વડોદરામાં પણ સામે આવી હતી. પરેશ ધાનાણી શિનોરના સેગવા ગામે ઉમેદવારના પ્રચાર્થે આવ્યા હતા.
તાજેતરમાં રાજસ્થાનના બાંસવાડાની પોલીસ વડોદરાના ઇનકમવોલ્સના મહાઠગ આદેશ દેવકુમારને પડકવા માટે આવી હતી. અને પકડ્યા બાદ બાંસવાડા લઇ જઇ રહી હતી, ત્યારે વડોદરા પોલીસે તેને બચાવી લઇને ફરાર થવામાં મદદ કરી હતી. વડોદરામાં ઇન્કમવોલ્સ નામની કંપની દ્વારા સસ્તા ભાવે શહેરના પ્રાઇમ લોકેશન પર ઓફિસ અપાવવાની જાહેરાત મોટા પાયે કરવામાં આવી રહી છે. ઇન્કમવોલ્સનો સંચાલક આદેશ દેવકુમાર સામે અગાઉ વર્ષ 2019 માં ધાક ધમકી તેમજ છેતરપીંડીનો ગુનો નોંઘાયો હતો. તથા રાજસ્થાનમાં પણ તેની સામે કરોડો રૂપિયાની ઠગાઇ મામલે ફરિયાદ ભુતકાળમાં નોંધાઇ ચુકી છે.
[caption id="attachment_6726" align="aligncenter" width="1280"] ઇન્કમવોલ્સનો સંચાલક આદેશ દેવકુમાર[/caption]
રાજસ્થાનમાં બાંસવાડા ખાતે નોંઘાયેલી કરોડો રૂ.ની ફરિયાદના અનુસંધાને કાર્યવાહી કરવા માટે બાંસવાડા પોલીસ શુક્રવારે વડોદરા આવી પહોંચી હતી.આ કૌભાંડ મામલે મહાઠગ આદેશ દેવકુમારની ધરપકડ કરી લઇ જઇ રહી હતી ત્યારે વડોદરા પોલીસે સહી કરવાનું જણાવી બીજા દિવસે હાજર કરવાની બાંહેધારી આપી હતી. બીજા દિવસે આદેશ દેવકુમાર બાંસવાડા પોલીસ સમક્ષ હાજર થતા પહેલ ફરાર થયો હતો સમગ્ર મામલો સપાટી પર આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.