વડોદરા. ગુજરાત વિધાનસભાની કરજણ બેઠક પર હાલ પેટાચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. ત્યારે કરજણ બેઠકના પૂર્વ ધારાસભ્ય અને ઢોલીવુડના અમિતાભ ગણાતા નરેશ કનોડિયાનું નિધન થયું છે. કરજણ બેઠક પર 3 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે, તેના એક અઠવાડિયા પહેલા જ કરજણ બેઠક પર ભાજપને પ્રથમ વખત વિજય અપાવનાર નરેશ કનોડિયાએ મંગળવારે દુનિયાને અલવિદા કરી દીધી છે.

 

ભાજપ કરજણ બેઠક પર વર્ષ 2002 માં પહેલી વખત જીત નરેશ કનોડીયાને આભારી છે.

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર  તરીકે પ્રસિદ્ધ નરેશ કનોડિયા યુવાઓ માટે પ્રેરણારૂપ હતા. નરેશ કનોડિયા મહેસાણા જિલ્લાના નાનકડા કનોડા ગામમાં 20 ઓગસ્ટ 1943ના રોજ જન્મ્યા હતા અને ફિલ્મી કારકિર્દી સાથે સાથે જ તેઓએ 1990માં રાજકરાણમાં એન્ટ્રી કરી ભાજપમાં જોડાયા હતા. વર્ષ 2002 માં ભાજપે તેમને કરજણ બેઠક પરથી ટિકિટ આપતા તેઓ ચૂંટણી જીત્યા હતા. કરજણ બેઠક પર 1995 અને 1998માં ભાજપ ચૂંટણી હારી ગયું હતું. જોકે 2002માં ભાજપે નરેશ કનોડિયાને ટિકિટ આપી હતી અને ભાજપ કરજણ બેઠક પર પ્રથમ વખત ચૂંટણી જીતવામાં સફળ રહ્યું હતું.

નરેશ કનોડિયા રેકોર્ડ બ્રેકીંગ 28,171 મતથી જીત્યા હતા

વર્ષ-2002માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ભાઇલાલ બેચરભાઇ વૈષ્ણવ સામે ભાજપમાંથી નરેશ કનોડિયા ચૂંટણી લડ્યા હતા. અને તેઓ 28,171 મતથી જીત્યા હતા. ત્યારબાદ 2007ની ચૂંટણીમાં નરેશ કનોડિયા કોંગ્રેસના ચંદુભાઇ ડાભી સામે 2,286 મતથી હારી ગયા હતા. જો કે, ત્યાર બાદથી લઇને આજદિન સુધી કરજણ બેઠક પર ઉમેદવારોમાં હાર – જીતમાં મતોનું અંતર ખુબ જ ઓછું હોય છે.

અગાઉ નરેશ કનોડિયાના મોતની અફવા પણ ફેલાઈ હતી

20 ઓક્ટોબરે નરેશ કનોડિયાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાર બાદ 22 ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા.જેને લઇને અનેક લોકોએ તેમના મોતની અફવાહ જે તે સમયે ફેલાવી હતી. ત્યારે હિતું કનોડિયાએ વિડીયો મેસેજ મારફતે અફવાહોનું ખંડન કર્યું હતું. રવિવારે મોટાભાઇ મહેશ કનોડિયાનું નિધન થયું હતું અને મંગળવારે નાનાભાઇ નરેશ કનોડિયાનું નિધન થયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud