• ત્રણ મહિનાનું બચ્ચું માર્ક પેટ્રોલ પંપમાં બાજુ પર મુકવામાં આવ્યું હતું
  • સેંકડો લોકો ની અવરજવર હોય તેવી જગ્યા પેટ્રોલ પંપ પરથી લેબ્રાડોરનું બચ્ચું ચોરાયું
  • બે લોકો ટુ વ્હીલર પર આવી ને બચ્ચાને ઉઠાવી રફુચક્કર થયા
  • પેટ્રોલ પંપ પર ટેન્કર ખાલી કરવાની કામગીરી ચાલુ હોવાને કારણે લોકોની ઓછી ભીડ જોવા મળી હતી

વડોદરા. તાજેતરમાં શહેરમાં ત્રણ બકરાઓ ચોરવાની ઘટના સામે આવી હતી. અને પોલીસ ફરિયાદ બાદ બકરાની ભાળ મેળવી લેવામાં આવી હતી. તેવામાં મુજમહુડા થી માંજલપુર જતા રસ્તામાં આવતા પેટ્રોલ પંપ પર ત્રણ મહિનાના લેબ્રાડોર ના બચ્ચાને બે ગઠિયાઓ ટુ વ્હીલર પર ઉઠાવી જવાનો CCTV વોચગુજરાત.કોમ ના વાચકે પહોંચાડ્યો હતો. દિવસ રાત અનેક લોકોની પેટ્રોલ પંપ પર હાજરી રહેતી હોય છે. તેવા સમયે ચોરો દ્વારા ઘણી સિફતતાથી લેબ્રાડોરના બચ્ચાંની ચોરી કરી હોવાનું CCTV માં સ્પષ્ટ પણે જોઈ શકાય છે.

વોચગુજરાત. કોમ પાસે પ્રાપ્ત વિગતો અનુસાર, મુજમહુડા શાક માર્કેટ પાસે આવેલા પેટ્રોલ પંપ પર સાંજે ત્રણ મહીનાના લેબ્રાડોર ના બચ્ચાંની ટુ વ્હીલર પર ઉઠાંતરી કરવામાં આવી હતી. CCTV માં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, પહેલા એક વક્તિ ટુ વ્હીલર લઈ ને બચ્ચા પાસે આવી ને ઉભો રહે છે. પછી પેટ્રોલ પંપ માંથી બીજો કોઈ વ્યક્તિ પણ એ જગ્યા એ આવી પહોંચે છે. પછી બંને લોકો આસપાસ કોઈ ની અવરજવર થઇ રહી હોય ત્યારે વાત કરતા નજરે પડે છે. મોકો મળતા જ પેટ્રોલ પંપ તરફથી આવેલો વ્યક્તિ બચ્ચને રમાડે છે અને ધીરે રહીને ટુ વ્હીલરના આગળ ના ભાગે બેસાડી દે છે. બેસાડીને તરત જ બંને લોકો ત્યાંથી રફુચક્કર થઇ જાય છે. સમગ્ર ઘટના બુધવારે સાંજે 6:50 કલાક ની છે.

લેબ્રાડોરનું બચ્ચું કેની લેબ બ્રીડનું છે. તેનું નામ માર્ક / જોન્સન છે. લેબ્રાડોર ના બચ્ચુ ત્રણ મહિનાનું છે. લેબ્રાડોરના મલિક જય પટેલે જણાવ્યું હતું કે, ગઈ કાલે સાંજે પેટ્રોલ પંપ પર ટેન્કર ખાલી કરવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન ટુ વ્હીલર પર આવેલા બે અજાણ્યા લોકો તેને લઈને ફારાર થયા હતા. આખો દિવસ લેબ ને પંપ પર રાખવામાં આવતું હતું અને રાત્રે તેને ઘરે લઈ આવતા હતા. કેમેરામાં તપાસતા ટુ વહીલર પર આવેલા લોકોના વાહન પર માટી જેવું કંઈક લાગેલું હોવાને કારણે નંબર સ્પષ્ટ જોઈ શકતો નથી.

પહેલા બકરા અને હવે લેબ્રાડોર બચ્ચાની ચોરી પરથી અંદાજો લગાડી શકાય છે કે, શહેરમાં પાળેલા પશુઓ સુરક્ષિત નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !