• જમીન વિકાસ નિગમના ફિલ્ડ આસિસ્ટન્ટ કિશોરકુમાર શાહ પાસેથી આવકની સરખામણીએ 53.58 ટકા વધુ સંપત્તિ મળી
  • ફરજ દરમિયાન ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીની ટાંકા બનાવવાની કામગીરીમાં વ્યાપક પાયે ગેરરીતી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું
  • એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અત્યાર સુધી વર્ગ – 1, 2, 3, ના કુલ મળીને 13 અધિકારીઓ સામે રૂ. 27.94 કરોડની અપ્રમાણસરની મિલ્કતના ગુના નોંધાયા

વડોદરા. કરજણ તાલુકાના રારોદ ગામે જમીન વિકાસ નિગમ કચેરી ખાતે ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે કિશોરકુમાર જયંતિલાલ શાહ ફરજ નિભાવતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન વિવિધ સરકરી યોજનાઓમાં ગેરરીતી આચરવામાં આવી હતી. જેને લઇને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કિશોરકુમાર જયંતિલાલ શાહની રૂ. 1.20 કરોડની બેનામી સંપત્તિ મળી હતી. જેના અનુસંધાને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

જમીન વિકાસ નિગમની કરજણ તાલુકાની રારોદ ગામે ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે કિશોરકુમાર જયંતિલાલ શાહ ફરજ બજાવતા હતા. તેના કાર્યકાળ દરમિયાન ગેરરીતી અચરવા અંગે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ તપાસમાં તેના દ્વારા ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીની ટાંકા બનાવવાની કામગીરીમાં વ્યાપક પાયે ગેરરીતી આચરવામાં આવી હતી. તપાસ દરમિયાન કિશોર શાહ દ્વારા તેમના પરિવારના સભ્યોના નામે મિલ્કત તથા બેંક ખાતા અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજો એકત્રિત કરવામાં આવ્યા હતા. તમામનું વિશ્લેષણ બાદ તેની રૂ. 1.20 કરોડની અપ્રમાણસરની મિલ્કત મળી આવી હતી. જે તેની આવકની સરખામણીએ 53.58 ટકા વધારે હતી.

અત્યાર સુધીમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વર્ગ – 1, 2, 3, ના કુલ 13 આધિકારી વિરૂદ્ધ રૂ. 27.94 કરોડની અપ્રમાણસરની મિલ્કતના ગુના નોંધવામાં આવ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud