CNG રીક્ષા દારૂનો જથ્થો ભરીને વડોદરા શહેર તરફથી આવી રહી હોવાની બાકમી એલસીબીને મળી હતી
વડોદરા તરફથી આવતી શંકાસ્પદ CNG રિક્ષા જોવા મળતા એલસીબીએ તેને કોર્ડન કરી તાપસ હાથ ધરી
તપાસ દરમ્યાન રિક્ષામાંથી રૂ. 33,600ની મત્તાના 336 બીયરના ટીન મળી આવ્યા હતા
વડોદરા. રવિવાર રાતે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા શહેરના અકોટા વિસ્તારમાં દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા બાદ શહેર પોલીસ અને વિવિધ બ્રાન્ચ પણ સક્રિય થઇ છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે વાઘોડિયા રોડ ઉપર આવેલ દતપુરા પેટ્રોલપંપ પાસેથી બાતમીના આધારે રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરને પકડી પાડી રૂ,33,600ની મતાના 336 બીયરના ટીન સહિત રૂ,1,88,600ની મતાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે.
https://youtu.be/_yPgRRB1L3o
વડોદરા જિલ્લા એલ.સી.બી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ના કર્મીઓ વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમને બાતમી મળી હતી કે, એક CNG રીક્ષા દારૂનો જથ્થો ભરીને વડોદરા શહેર તરફથી આવી રહી છે. જેથી બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડોદરાથી વાઘોડિયા જતા રોડ ઉપર આવેલ દતપુરા પેટ્રોલપંપ પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન વડોદરા તરફથી આવતી શંકાસ્પદ CNG રિક્ષા જોવા મળી હતી. જેથી એલસીબીએ તેને કોર્ડન કરી તાપસ હાથ ધરી હતી.
તપાસ દરમ્યાન રિક્ષામાંથી રૂ. 33,600ની મત્તાના 336 બીયરના ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે રીક્ષા ચાલકની પુછપરછ કરતા તેણે પોતાનું નામ વિજયકુમાર સુદામા પ્રસાદ કુશવાહા (રહે,ન્યૂવીઆઈપી રોડ) જણાવ્યું હતુ. લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં કર્મીએ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો છે. અને કોને આપવા લઇ જવાઈ રહ્યો છે. તે બાબતે પુછપરછ કરતા તેને આ દારૂનો જથ્થો વડોદરા શહેરના મુકેશ પૂનમચંદ ધોબી પાસેથી લીધો હોવાનું જણાવતા પોલીસે રીક્ષા, મોબાઈલ અને દારૂના જથ્થા સહિત રૂ,1,88,600ની મતાનો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડ કરી હતી. તેમજ દારૂની સપ્લાઈ કરનાર મુકેશ પૂનમચંદ ધોબીને વોન્ટેડ જાહેર કર્યો હતો.
- CNG રીક્ષા દારૂનો જથ્થો ભરીને વડોદરા શહેર તરફથી આવી રહી હોવાની બાકમી એલસીબીને મળી હતી
- વડોદરા તરફથી આવતી શંકાસ્પદ CNG રિક્ષા જોવા મળતા એલસીબીએ તેને કોર્ડન કરી તાપસ હાથ ધરી
- તપાસ દરમ્યાન રિક્ષામાંથી રૂ. 33,600ની મત્તાના 336 બીયરના ટીન મળી આવ્યા હતા