પુરૂષે લિફ્ટમાં મહિલાનો હાથ પકડી પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો
અભયમની ટીમે તે બાબતે જીગ્નેશને સમજાવતા તેમની સામે તે બધું સમજી ગયો હોવાનો ઢોંગ કર્યો
અભયમની સમજાવટ નિષ્ફળ જતા પતિ-પત્ની બંન્નેએ ભેગા મળીને મહિલાને હેરાન કરવાનું શરૂ કર્યું હતું
વડોદરા. ગોત્રી વિસ્તારની બહુમાળી ઇમારાતમાં પુત્ર સાથે રહેતી મહિલાને બાજુના ફ્લેટમાં રહેતા પતિ-પત્ની દ્વારા હેરાનગતિ કરાતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. બાજુમાં રહેતો વ્યક્તિ સીસીટીવી દ્વારા મહિલા ઉપર નજર રાખતો હતો. લિફ્ટમાં મહિલાનો હાથ પકડી પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરીને માનસિક હેરાનગતિ પણ કરતો હતો. આખરે મહિલાએ પતિ-પત્ની વિરુદ્ધ લક્ષ્મીપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ગોત્રી વિસ્તારનમાં આવેલા સોલેસ રેસીડેન્સીમાં માતા-પુત્ર રહે છે. તેમજ શહેરમાં ઓફીસ ધરાવતી દિલ્હી સ્થિત મલ્ટીનેશનલ કંપનીમાં મહિલા ફરજ બજાવે છે. જોકે તેમના પતિ હરિયાણા ખાતે ઝેરોક્ષ લેમિનેશનની દુકાન ચલાવે છે. તેઓ ગત ફેબ્રુઆરી 2019થી 11 ફ્લેટ ધરાવતી બહુમાળી ઇમારાતમાં રહે છે. તે બહુમાળી ઇમારાતના બીજા બે પરિવાર પણ રહે છે. જેમાં પહેલા માળે ફ્લેટમાં જીગ્નેશ ભટ્ટ અને તેમના પત્ની વંદના ભટ્ટ રહે છે.
સીસીટીવી કેમેરા થકી મહિલા પર નજર રાખવામાં આવતી
આખી બિલ્ડિંગમાં જીગ્નેશ દ્વારા 9 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનો એક્સેસ ફક્ત તે પોતાની પાસે જ રાખે છે અને તે પૈકી એક કેમેરો પુત્ર સાથે એકલી રહેતી મહિલાના ઘરના દરવાજા પાસે રાખવામાં આવ્યો છે. મહિલાના ઘરે કોણ આવે છે. કોણ જાય છે. તે કેટલા વાગ્યે ઘરની બહાર જાય છે. તે બધા ઉપર જીગ્નેશ તેના ઘરમાંથી સીસીટીવી મારફતે નજર રાખતો હતો. આ બાબતની જાણ મહિલાને થતા તેણે જીગ્નેશને કેમેરો ખસેડવા બાબતે જાણ કરી હતી. ત્યારે કોઈ પણ બાબતે કેમેરો ખસેડવામાં નહિ આવે તેમ જીગ્નેશે જણાવ્યું હતું.
એકલતાનો લાભ લેવાના પ્રયાસથી મહા મુશ્કેલીએ બહેન બચ્યા
ગત જુલાઈ માસની 22મી તારીખે મહિલા લિફ્ટમાં ઉપર જઇ રહીં હતી ત્યારે બાજુમાં રહેતો જીગ્નેશ પણ તેમની સાથે લિફ્ટમાં પ્રવેશ્યો હતો. લિફ્ટ બંધ કર્યાબાદ જીગ્નેશે મહિલાને હાથ પકડી તેની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેણીએ ઘણી મુશ્કેલીથી પોતાને બચાવી હતી અને શરમના કારણે આ વાત કોઈને કરી ન હતી.
અભયમમાં ફરિયાદ બાદ પતિ-પત્ની ભેગી મળી હેરાન કરતા
મહિલાએ સમગ્ર ઘટનાની જાણ અભયમને કરી હતી. અભયમની ટીમે આ બાબતે જીગ્નેશને સમજાવતા તેમની સામે તે બધું સમજી ગયો હોવાનો ઢોંગ કર્યો હતો. અને અભયમ ટીમના ગયાબાદ ફરીથી મહિલાની કોઈને કોઈ બાબતે પતિ-પત્ની હેરાન ગતિ કરતા હતા. જીગ્નેશની હરકતો જોઇ મહિલાના સીસીટીવી ફૂટેજનો કોઈ ગેરફાયદો ના ઉઠાવે તે બાબતે મહિલાએ જીગ્નેશ અને પત્ની વંદના વિરુદ્ધ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
- પુરૂષે લિફ્ટમાં મહિલાનો હાથ પકડી પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો
- અભયમની ટીમે તે બાબતે જીગ્નેશને સમજાવતા તેમની સામે તે બધું સમજી ગયો હોવાનો ઢોંગ કર્યો
- અભયમની સમજાવટ નિષ્ફળ જતા પતિ-પત્ની બંન્નેએ ભેગા મળીને મહિલાને હેરાન કરવાનું શરૂ કર્યું હતું