#Watchgujarat.com દ્વારા સોમવારે સવારે ઇન્ડિયન એક્સપ્રેસ ન્યુઝ પેપરના અહેવાલના અનુસંઘાને વડોદરા અને જુનાગઢના મેયર સહિત અનેક લોકો પર ચાયનીઝ સરકાર પ્રેરીત સંસ્થા દ્વારા સર્વેલન્સ રાખવાની જાણકારી આપી હતી.
#Watchgujarat.com રિપોર્ટ બાદ પાલીકાની આઇટી ટીમ એક્શનમાં આવી હતી, સોમવારે વડોદરાના મેયર ડો.જીગીશાબેન શેઠના સોશિયલ મિડીયા એકાઉન્ટની સિક્યોરીટી ફીચરની તપાસ કરીને પાસવર્ડ બદલાવવામાં આવ્યો હતો.
વડોદરાની આપસાપ અનેક ચાઇનીઝ કંપનીઓ આવેલી છે. રોકાણની દ્રષ્ટિએ વડોદરા ચાઇનીઝ કંપનીઓ માટે મહત્વની ભુમિકા ધરાવે છે.
વડોદરા. સોમવારે સવારે ઇન્ડિયન એક્સપ્રેસ ન્યુઝ પેપર દ્વારા ચાયની સરકાર દ્વારા પ્રેરીત સંસ્થાએ સાયબર સર્વેલન્સ રાખી હોવાનો રિપોર્ટ પબ્લીશ કર્યો હતો. જેના સંદર્ભે દેશના 10 હજારથી વધુ જાણીતી વ્યક્તિઓ સહિત 70 શહેરોના મેયર અને ડેપ્યુટી મેયર પર સર્વેલન્સ રાખવામાં આવ્યો હોવાને અહેવાલ Watchgujarat.com દ્વારા પ્રકાશીત કરવામાં આવ્યો હતો. અહેવાલ બાદ પાલીકા તંત્ર એક્શનમાં આવ્યું હતું અને મેયરના સોશિયલ મિડીયા એકાઉન્ટના સિક્યોરીટી ફીચર્સનું ચેકીંગ કરીને તેમના પાસવર્ડ બદલાવી નાંખવામાં આવ્યા હતા.
પાલીકાના આઇટી વિભાગના હેડ મનીષ ભટ્ટે સમગ્ર મામલે જણાવ્યું હતું કે, મેયરના સોશિયલ મિડીયા એકાઉન્ટમાં પબ્લીક ઇવેન્ટની વિગતો મુકવામાં આવે છે. અહેવાલ બાદ અમે મેયરના સોશિયલ મિડીયા એકાઉન્ટના સિક્યોરીટી ફીચર્સ તપાસ્યા હતા. અને તેમના એકાઉન્ટનો પાસવર્ડ બદલી દેવામાં આવ્યો હતો. ચાયનીઝ કંપની દ્વારા સર્વેલન્સ અંગે કોઇ સત્તાવાર રિપોર્ટ આપવામાં આવ્યો નથી. આગામી સમયમાં સરકાર દ્વારા આ અંગે આપવામાં આવતા દિશા-નિર્દેશોનું ચુસ્ત પણે અમલ કરવામાં આવશે.
- #Watchgujarat.com દ્વારા સોમવારે સવારે ઇન્ડિયન એક્સપ્રેસ ન્યુઝ પેપરના અહેવાલના અનુસંઘાને વડોદરા અને જુનાગઢના મેયર સહિત અનેક લોકો પર ચાયનીઝ સરકાર પ્રેરીત સંસ્થા દ્વારા સર્વેલન્સ રાખવાની જાણકારી આપી હતી.
- #Watchgujarat.com રિપોર્ટ બાદ પાલીકાની આઇટી ટીમ એક્શનમાં આવી હતી, સોમવારે વડોદરાના મેયર ડો.જીગીશાબેન શેઠના સોશિયલ મિડીયા એકાઉન્ટની સિક્યોરીટી ફીચરની તપાસ કરીને પાસવર્ડ બદલાવવામાં આવ્યો હતો.
- વડોદરાની આપસાપ અનેક ચાઇનીઝ કંપનીઓ આવેલી છે. રોકાણની દ્રષ્ટિએ વડોદરા ચાઇનીઝ કંપનીઓ માટે મહત્વની ભુમિકા ધરાવે છે.