ડો હિતેન કારેલીયા – ઇન્ફેક્સીયસ ડિસીઝ સ્પેશીયાલીસ્ટ
  • કોરોનાની વેક્સિન (રસી) શોધવા માટે ભારત, રશિયા, સહિતના દેશો તમામ પ્રયાસો કરી રહ્યા છે, વર્ષ 2021 માં કોરોનાની રસી શોધાઇને લોકો સુધી પહોંચશે તેમ મનાઇ રહ્યું છે
  • દરમિયાન કોરોનાથી મહદઅંશે રક્ષણ મેળવવા માટે માર્કેટમાં એક વેક્સિન ઉપલબ્ધ છે. જેનો ઉપયોગ ડોક્ટરના ચુસ્ત માર્ગદર્શન હેઠળ થઇ રહ્યો છે.
  • ઓરી- ઓછબડા થી બચવા માટે હાલ ઉપલબ્ધ MMR વેક્સિનનો ઉપયોગ કોરોના સામેની મહદઅંશે રક્ષણ મેળવવા માટે કારગર
  • નિષ્ણાંત ડોક્ટરના મતે વેક્સીની આડઅસર ખુબ જ ઓછી માત્રામાં હોવાથી લોકો કોરોનાથી બચવાના ઉપાય તરીકે વેક્સિનેશન (રસીકરણ) કરાવી રહ્યા છે

પાર્થ બી. પંડયા. દેશ અને દુનિયાના તમામ લોકો કોરોનાની વેક્સિન (રસી) શોધાય અને લોકો સુધી પહોંચે તે અંગે મીટ માંડીને બેઠા છે. કોરોનાની રસી વર્ષ 2021 માં શોધાઇને લોકો સુધી પહોંચશે તેમ મનાઇ રહ્યું છે. ત્યારે કોરોનાની રસી શોધાય તે પહેલા હાલ માર્કેટમાં ઉપલબ્ધ ઓરી-ઓછબડા માટે શોધાયેલી MMR (measles, mumps, and rubella) રસીનો ઉપયોગ કરોનોનાથી મહદઅંશે બચવા માટે લોકો કરી રહ્યા છે.

વડોદરા શહેરના જાણીતા ઇન્ફેક્શીયસ ડિસીઝ સ્પેશિયાલીસ્ટ ડો. હિતેન કારેલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની રસી શોધાય અને લોકો સુધી પહોંચે તે માટે હજી ઘણી રાહ જોવી પડશે. દરમિયાન ઘર પરિવાર ચલાવવા માટે લોકોએ આર્થિક પ્રવૃતિ ચાલુ રહી દીધી છે. તેવા સમયે કોરોનાથી મહદઅંશે બચવા માટે ઓરી અછબડા થી બચવા માટે અગાઉ શોધાયેલી MMR વેક્સીનનો ઉપયોગ થઇ રહ્યો છે.

વેક્સીનના ઉપયોગને લઇને અનેક સવાલો છે, તેમના જવાબ ડોક્ટર હિતેન કારેલીયાએ આપ્યા હતા:

MMR વેક્સીન કેવી રીતે કામ કરે ?

વેક્સીનમાં રહેતા તત્વો કોરોનાના એસ પ્રોટીસ સાથે જોડાઇ જાય છે. અને તેને એક હદ સુધી નબળા કરી શકે છે. એટલે જો ઇમ્યુનિટી સારી હોય અને વેક્સીન લીધી હોય તો કોરોનામાં સપડાવવાની શક્યતાઓમાં ઘટાડો જોવા મળે છે.

શું ઓરી અછબડાની વેક્સીન બાળપણમાંં મે લીધી હોય તો ફરી લઇ શકું ?

બાળપણમાં બધા બાળકોને ઓરી- અછબડાની MMR વેક્સીન આપવામાં આવે છે. પરંતુ કોરોનાથી મહ્દઅંશે રક્ષણ મેળવવા માટે ફરી MMR વેક્સીન લઇ શકાય છે. કોઇ પણ વ્યક્તિએ સઘન મેડીકલ ચેકઅપ કરાવ્યા બાદ જ વેક્સીન લેવી જોઇએ

શું એમએમઆર વેક્સીનની કોઇ આડ અસર છે ?

સામાન્ય રીતે MMR વેક્સીનની કોઇ આડઅસર નથી. પરંતુ કેટલાક કિસ્સાઓમાં વેક્સીન લીધા બાદ એક દિવસ સુધી ઝીણો તાવ રહેતો હોય છે. અને તે સંભવિત છે.

MMR વેક્સીન કોરોનાથી રીકવર થયેલા વ્યક્તિઓ પણ લઇ શકે ?

કોરોનાથી રીકવર થયેલા દર્દીઓને પુન:કોરોના થયો હોય તેવા કેટલાક કિસ્સાઓ આપણી સામે છે. કોરોનાની રીકવરી બાદ પણ MMR વેક્સીન લઇ શકાય છે. પરંતુ કોઇ પણ પ્રકારની વેક્સીન અથવાતો દવા લેતા પહેલા ફેમીલી ફીઝીશીયન અથવાતો નિષ્ણાંત ડોક્ટર સાથે કન્સલ્ટેશન બાદ જ લેવી જોઇએ.

શું MMR વેક્સીન લીધા બાદ મને કોરોના નહિ થાય ?

કોવિડ -19 એટલે કે કોરોનાની વેક્સીન હાલ હ્યુમન ટ્રાયલ સ્ટેજમાં છે. તેને મંજુર થતા અને ભારત જેવા વિશાળ દેશમાં લોકો સુધી પહોંચાડવામાં ઘણો સમય લાગશે. ત્યાં સુધી જેમ આપણે સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક પહેરવું, અલગ અલગ રીતે ઇમ્યુનીટી વધારી રક્ષણ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. તેવા ઉપાયોની જેમ વેક્સીન પણ સંભવિત સુરક્ષા આપે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud