વડોદરા. નમાઝ પઢીને પોતાના ઘરે પરત ફરતા ચીનીભાઇને રસ્તામાં બોલાવી મકાનના બાકી રહેતા નાણાં અંગે જણાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આખરે એક જ કોમના બે જુથ વચ્ચે તલવાર અને પાઇપ વડે મારામારી થઇ હતી. ઘાયલોને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી પાણીગેટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
બાવામાનપુરા ખાતે આવેલી નુરાની મસ્જીદની બાજુમાં રહેતા ચીનીભાઇ ગફુરભાઇ ફારૂકી રવિવારે સવારે 11 વાગ્યે બાવામાનપુરા મસ્જીદમાં નમાઝ પડવા ગયા હતા. નમાઝ બાદ ત્યારે ભંડારી બાવાની દરગાહ સામે આવેલ દુકાનનો માલીક મહંમદ સફી શકુરભાઇ શેખે ચીની ભાઇને બોલાવી તમારા દિકરાએ મારૂ મકાન લીધેલું છે. અને તેના બાકી રહેતા રૂપિયા પરત આપતો નથી. તેમ કહી બોલાચાલી કરી હતી. જો કે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લેતા મહંમદ સફી શકુરે, ચીની સાથે છુટ્ટા હાથની મારામારી કરી હતી. મારામારીમાં ચીનીને મોઢા પર અને શરીરના અન્ય ભાગો પર ઇજા પહોંચી હતી.
દરમિયાન ચીનીનો છોકરો ઇમરાન અને જાકીર ઉર્ફે મુન્નો ત્યાં દોડી આવ્યા હતા. અને મહંમદ સફી સાથે સમજાવટથી મામલો પતાવવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો. ત્યારે મહંમદ સફીએ મહંમહ હયાજ શેખ તથા સોનું મહંમદ સફીક શેખને ફોન કરીને ઘટના સ્થળે બોલાવી લીધા હતા. બંન્ને શખ્સોએ કંઇ પણ સાંભળ્યા વિગર છુટ્ટા હાથની મારામારી શરૂ કરી દીધી હતી. દરમિયાન મહંમદ હયાઝ દુકાનમાંથી લોખંડની પાઇપ લઇ આવી પાઇવ વડે ઇમરાન પર હુમલો કર્યો હતો. અને સોનુ મહંમદ રફીક શેખે ઘરેથી તલવાર લઇ આવી જાકીર ઉર્ફે મુન્ના પર જીવલેણ હુમલો કર્યો હતો. જેને કારણે મુન્નાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
સમગ્ર ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઇ જતા માર મારનાર ત્રણે આરોપી સ્થળ પરથી નાસી છુટ્યા હતા. અને પાણીગેટ પોલીસને બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. અને મહંમહ સફી શકુરભાઇ શેખ , મહંમદ હયાજ મહંમદ સફી શેખ, અને સોનું મહંમદ રફી શેખ વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોડી સાંજે પોલીસે સમગ્ર મારામારી મામલે બે લોકોની અટકાયત કરી હતી.