વડોદરા. લેફ્ટનન્ટ કર્નલ પાસે સાળીની હાર્ટ સર્જરી કરાવવા માટેના ખર્ચના નામે રૂ. 70 હજારની UPI દ્વારા ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરનાર ભેજાબાજ સામે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ગઠીયાએ કર્નલને વોટ્સએપ પર જણાવ્યું હતું કે, તમારી સાળીની હાર્ટ સર્જરી કરવાની છે, તેના માટે રૂપિયાની જરૂર છે. તેમ કહી અલગ અલગ એકાઉન્ટમાંથી UPI દ્વારા ટ્રાન્સફર કરાવી પૈસા સેરવ્યા હતા.
ગઠીયાએ લેફ્ટન્ટ કર્નલને વોટ્સેપ મેસેમજમાં વિશ્વાસમાં લઇ તમારી પત્નીની બહેનની હાર્ટ સર્જરી કરવાની છે તેમ જણાવ્યું
વડોદરા શહેરના સમા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે સમા વિસ્તારમાં બી-12, ઓસાસીશ ફ્લેટમાં લેફ્ટન્ટ કર્નલ વિનોદભાઇ ઇન્દુલાલ ત્રિવેદી પરિવાર સાથે રહે છે. તેઓને રક્ષીત ગૌતમભાઇ પટેલે(રહે, ડી-32, રાજલક્ષ્મી સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા) થોડા સમય પહેલાં ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, હું કર્નલ જેકબ કુરીયન બોલું છું અને હાલમાં હું USમાં છું. તમારી પત્નીની બહેનની હાર્ટ સર્જરી કરવાની છે અને તેઓ હાલ હોસ્પિટલમાં દાખલ છે. તેઓને નાણાંની જરૂર છે.
મેસેજમાં ગઠીયાએ પરિવારજનોના ખબર અંતર પણ પુછ્યા
ફરિયાદમાં કર્નલ વિનોદભાઇ ત્રિવેદીએ એમ પણ જણાવ્યું છે કે, કર્નલ જેકબના નામે વોટ્સએપ મેસેજ કરનાર ભેજાબાજ રક્ષીત પટેલે ફોન કરતાની સાથે પરિવારના દીકરી-દીકરીના ખબર-અંતર પૂછ્યા હતા અને વિશ્વાસમાં લીધા હતા. વિશ્વાસમાં લીધા બાદ તેણે પત્નીની બહેનને હાર્ટ સર્જરી કરવાની અને તે હોસ્પિટલમાં હોવાની વાત કરી હતી, ત્યારબાદ તેના ખર્ચ માટે રૂપિયા 70 હજારની માંગણી કરી હતી.
ફોન પર વાત કરવાના પ્રયાસો ગઠીયાએ નકારતા કર્નલને કંઇક ખોટુ થયાની શંકા ઉપજી
ગઠીયા રક્ષીત પટેલના વિશ્વાસમાં આવી ગયેલા કર્નલ વિનોદભાઇ ત્રિવેદીએ ભેજાબાજે જણાવ્યા મુજબ UPI દ્વારા 70 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. દરમિયાન કર્નલને સત્ય હકીકતની ખબર પડતા અને ભેજાબાજ રક્ષીત પટેલે 70 હજાર રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ખબર પડતા ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન તેઓએ સમા પોલીસ મથકમાં જઇ ન્યુ સમા રોડ ઉપર રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા રક્ષીત પટેલ સામે છેતરપિંડી-વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. સમા પોલીસે કર્નલની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.