• એનઆઇઆર યુવકના પ્રથમ લગ્નની જાણ યુવતીને થતા ભાંડો ફૂટ્યો
  • સગાઈ બાદ યુતવીને સ્પાઉસ વિઝા અને ફિયાન્સી વિઝાની લાલચ આપી દીવ ફરવા લઇ ગયો હતો
  • દીવની હોટલમાં રોકાણ કરી એનઆરઆઈ યુવકે યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું
  • ગોરવા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે અમદાવાદ ખાતે રહેતા સાસુ સસરા અને દિયરની ધરપકડ કરી

વડોદરા. ગોરવા પોલીસ સ્ટેશનમાં NRI યુવકે અને તેના પરિવારે યુવકના પ્રથમ લગ્ન છુપાવી યુવતી સાથે સગાઈ કરી લગ્ન નોંધણી અને સ્પાઉસ વિઝા અને ફિયાન્સી વિઝા કર્યા બાબતે છેતરપિંડી, વિશ્વસઘાત અને બળત્કારનો ગુનો નોંધાયો હતો. સગાઈ બાદ યુવતીને દીવ લઇ જઇ એનઆઇઆર યુવકે યુવતી સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને એનઆઇઆર યુવકના પ્રથમ લગ્નની જાણ થતા સાસુ- સસરાને અને દિયરને વાત કરતા દહેજ અંગે માંગણી કરી હેરાન ગતિ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી અમદાવાદ સ્થિત રહેતા સાસુ સસરા અને દિયરની ધરપકડ કરી છે.

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે આવેલ અભિજયોત ગ્રીનમાં રહેતા પ્રતીક રાકેશ દોશી સાથે સગાઈ થઇ હતી. સગાઈ થઇ ત્યારે પ્રીતકે અને તેના પરિવારે પ્રતીકના પ્રથમ લગ્નની વાત છુપાવી હતી. સગાઈ થયા પછી પ્રતીકે યુવતીને વિદેશ લઇ જવાની વાતો કરી સ્પાઉસ વિઝા અને ફિયાન્સી વિઝાની લાલચ આપી લગ્ન પહેલા દીવ ફરવા લઇ ગયો હતો. અને દીવના પ્રભાતબીચ રોસોર્ટમાં યુવતીની મરજી વિરુદ્ધ પ્રતીકે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. અને તે બાબતે કોઈને જાણ ન કરવાની ધમકી આપી હતી.

થોડા સમય બાદ યુવતની પ્રતીકના પ્રથમ લગ્નની જાણ થઇ હતી. જેથી યુવતીએ પ્રતીક તેમજ તેના માતા પિતા અને દિયરને તે બાબતે કહ્યું હતું. ત્યારે તું શું લઈને આવેલ છે. અને તે શું પ્રતીક કે અમોને આપેલ છે, તેમજ વાર તહેવારમાં ક્યાં કોઈ વ્યવહાર પ્રતીકને કરેલ છે તેમ કહી હેરાનગતિ કરતા હતા.

જેથી યુવતીએ પતિ પ્રતીક રાકેશ દોશી, સસરા રાકેશ નટવરલાલ દોશી, સાસુ મીરા રાકેશ દોશી અને દિયર હાર્દિક રાકેશ દોશી વિરુદ્ધ શહેરના ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી, વિશ્વસઘાત અને બળત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે અમદાવાદ ખાતે રહેતા સાસુ સસરા અને દિયરની ધરપકડ કરી હતી. અને તેના કોવિદ રિપોર્ટની તજવીજ હાથ ધરી હતી. જોકે પ્રતીક દોશી હાલ યુએસ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud