• લંડનમાં રહેતા મૂળ આણંદના યુવકે શાદી ડોટ કોમના માધ્યમથી માધુરી લગ્નના વચનો આપીને લગ્ન ન કર્યાં
  • લગ્નના સવાલના ગોળ ગોળ જવાબ સાંભળીને થાકેલી માધુરીએ પ્રતિકને બ્લોક કર્યો
  • યુવતી પર નજર રાખવા માટે NRI યુવકે ભાડૂતી ગુંડો મૂક્યો, યુવતીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં યુવાન સામે ફરિયાદ નોંધાવી

વડોદરા. શહેરની માધુરી (નામ બદલ્યુ છે) મેટ્રોમોનિયલ સાઇટ શાદી ડોટ કોમ પર મળેલા NRI યુવાને લગ્ન કરવાના વચનો આપીને લગ્ન ન કર્યાં બાદ બદનામ કરી દેવાની ધમકીઓ આપી હતી. NRI રોમીયોએ માધુરીને ધમકી આપતા જણાવ્યું હતું કે, ‘તું મારી નહીં થાય તો, બીજાની નહીં થવા દઉં, તું જ્યાં પણ લગ્ન કરીશ ત્યાં કહી દઇશ કે, તારૂ મારી સાથે અફેર છે’ અને બાદમાં યુવતી પર નજર રાખવા માટે NRI યુવકે ભાડૂતી માણસ મૂક્યો હતો. કંટાળેલી યુવતીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લગ્ન માટે 4 વર્ષ સુધી ગોળ ગોળ જવાબ આપતા માધુરીએ સંબંધ તોડી નાખ્યો

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતી 33 વર્ષીય માધુરી ખાનગી કંપનીમાં પોલિસી રિન્યુઅલ ડિપાર્ટમેન્ટમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. વર્ષ-2015 માં શાદી ડોટ કોમમાં ઓનલાઇન લગ્ન કરવા માટે મોબાઇલ નંબર રજીસ્ટ્રેશન કરાવ્યો હતો. દરમિયાન હાલ લંડન ખાતે રહેતા અને મૂળ આણંદના થામણા ગામના રહેવાસી પ્રતિક અરવિંદ ભાઇ પટેલે લગ્ન કરવા ઈચ્છા દર્શાવી હતી, ત્યારબાદ લગ્ન કરવા માટે 4 વર્ષ સુધી પ્રતીકે ગોળ ગોળ જવાબ આપ્યા હતા, જેથી માધુરીએ સંબંધ તોડી નાખ્યો હતો. અને પ્રતિકને મોબાઇલ ફોનમાં બ્લોક કરી દીધો હતો

યુવતી પર નજર રાખવા માટે યુવકે ભાડૂતી માણસ મૂક્યો હતો

પ્રતિક પટેલ જુદા-જુદા નંબરોથી ધમકીભર્યા મેસેજ મોકલી જણાવતો હતો કે ‘તું મારી નહીં થાય તો, બીજાની નહીં થવા દઉં, તું જ્યાં પણ લગ્ન કરીશ ત્યાં કહી દઇશ કે, તારૂ મારી સાથે અફેર છે’. છેલ્લા એક મહિનાથી વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં રહેતો મોહમ્મદ તોફિક મિર્ઝા ઘરેથી નોકરી પર અને નોકરી પરથી ઘરે જતી આ યુવતીનો પીછો કરી ડરાવતો હતો. યુવતીએ આ અંગે સહકર્મચારીઓને વાત કરતાં તેઓએ પીછો કરનાર તોફિકને ઝડપી પાડયો હતો અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, પ્રતિક પટેલે તેને આ કામ કરવાનું કહ્યું હતું.

પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી

માધુરીને બદનામ કરવાની ધમકી આપતા NRI રોમીયો સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !