ખાનગી કંપની પાસેથી ઓનલાઇન લોન લીધા બાદ રીકવરી માટે સાથે કામ કરતા લોકોને વોટ્સએપ મેસેજ આવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
ઓનલાઇન લોન લેનાર વ્યક્તિના ગેરંટર ન હોવ પણ સતત સંપર્કમાં રહો તો પણ તમને ફોન, મેસેજથી પૈસા જમા કરાવવા માટે નોટીસ મળી શકે
કોઇ પણ વ્યક્તિને લોન લીધા વગર પણ રીકવરી માટે મેસેજ આવે તો દાળમાં જરૂર કંઇ કાળુ છે તેમ સમજવું
પાર્થ બી. પંડ્યા - વડોદરા. ઓનલાઇન દુનિયામાં અજીબો ગરીબ કિસ્સાઓ સામે આવતા હોય છે. ખાનગી કંપની પાસેથી ઓનલાઇન લોન લીધા બાદ રીકવરી માટે સાથે કામ કરતા લોકોને વોટ્સએપ મેસેજ આવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જો કે ઓનલાઇન લોન લેતી વખતે કોઇ પણ પ્રકારના ગેરંટર તરીકેની કોઇ પણ ભુમીકા ભજવનારા લોકોને રીકરવીના મેસેજ આવતા ડેટા સિક્યોરીટી અંગે ગંભીર છબરડો સામે આવ્યો હતો. કંપનીઓ લોન આપતી વખતે વ્યક્તિને સતત સંપર્કમાં રહેતા લોકોને પુછવાની દરકાર નથી લેતી, કે શું અમે આ વ્યક્તિને 10 -20 હજારની લોન આપીએ ? પરંતુ લોન લેનાર વ્યક્તિ નાણાં પરત ન કરે ત્યારે તેના સંપર્કમાં રહેતી વ્યક્તિઓને નોટીસ મોકલી ખોટી રીતે હેરાન કરાય છે.
શહેરના સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેટર મયુર ભુસાવળકરે ટ્રેન્ડ એનાલીસીસ કરતા ઓનલાઇન દુનિયાનો વધુ એક વિચીત્ર કિસ્સો સામે આવ્યો હતો. જેમાં રમેશ (નામ બદલ્યુ છે) દ્વારા ઓનલાઇન નાની રકમની લોન લેવામાં આવી હતી. ત્યાર બાદ લોન ભરપાઇ ન કરવા બદલ તેની સામે ઓનલાઇન લોન આપતી ખાનગી કંપનીઓ દ્વારા રીકવરી પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી. લોન લેનારની સાથે સતત સંપર્કમાં રહેતા તેના નજીકના લોકોને પણ વોટ્સએપના માધ્યમથી પૈસા ભરાવડાવી દેવા માટેની ટાઇપ કરેલી નોટીસ મોકલવામાં આવી હતી.
વડોદરાના એક ટ્યુશન સંચાલકને સર પૈસા ભરી દો નહિ તો કાયદેસરની કાર્યવાહી થશે તેવો મેસેજ મળતા ચોંક્યા
ખાનગી ટ્યુશન સંચાલકના મિત્ર રમેશે ઓનલાઇન પર્સનલ લોન લીધી હતી. અને લોનનો સમય પુરો થયો બાદ પણ તેણે ભરી ન હતી. દરમિયાન શૈક્ષણિક કામકાજ સંદર્ભે બંન્ને લોકો વચ્ચે ફોન અને મેસેજથી વાતચીત ચાલી રહી હતી. અચાનક સંચાલકના મોબાઇલ પર પૈસા ભરવા માટે મેસેજ આવતા તેઓ ચોંક્યા હતા. મેસેજ વાંચીને શું કરવું જોઇએ તે સંદર્ભે વિચાર કરતા હતા ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને રમેશ ભાઇએ લોન લીધી છે. તેમને કહો કે પૈસા ભરી દે. નહી તો કાયદેસરની કાર્યવાહી થશે. સંચાલકે એકદમ શાંતિથી એક જ સવાલ પુછ્યો કે તમને મારો નંબર કેવી રીતે મળ્યો. જ્યારે મેં કોઇ લોન લેતી સમયે સહી નથી કરી તો તમે મને કેવી રીતે હેરાન કરી શકો. વાત સાંભળીને ટેલીકોલરે ફોન કાપી નાંખ્યો.
ઓનલાઇન લોન લીધા બાદ રીકવરી માટેના મેસેજ સતત સંપર્કમાં રહેતી વ્યકિતને કેવી રીતે આવી શકે
સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેટર મયુર ભુસાવળકરે જણાવ્યું કે, ખાનગી કંપની પાસેથી ઓનલાઇન લોન લેવા માટે સૌથી ઓછી પ્રક્રિયા અનુસરીને ઝડપી લોન આપવાની જાહેરાત કરવામાં આવે છે. ઝડપથી લોનની લાલચમાં લોકો જલ્દીથી એપ્લીકેશન ડાઉનલોડ કરી તમામ પ્રક્રિયા અનુસરીને લોનના પૈસા મેળવી લેતા હોય છે. એપ્લીકેશનમાં કંપની દ્વારા મોબાઇલમાં ફોનબુક, વોટ્સએપ એપ્લીકેશન, એસ.એમ.એસ, ગેલેરી સહિતના એપ્લીકેશનનો એક્સેસ મેળવી લે છે. ત્યાર બાદ સતત તેમના પર દેખરેખ રાખવામાં આવતી હોય છે. જ્યારે લોન ધારક સમયસર પૈસા ભરપાઇ ન કરે તો તેના સતત સંપર્કમાં રહેતા લોકોને મેસેજ કરવામાં આવે છે. લોન ધારકની આ પ્રકારની વિગતો કંપનીઓ દ્વારા જાણ બહાર એકઠી કરવામાં આવે છે.
ઓનલાઇન કંપનીઓ લોન મેળવવા માટે કોઇ અન્ય વ્યક્તિને ફોન કે મેસેજ કરી શકે
મયુર ભુસાવળકરે ઉમેર્યું કે, આપણે ત્યાં ડેટા સિક્યોરીટીને લઇને ખુબ જ ઓછી જાગૃતતા છે. અને તેનો લાભ કંપનીઓ દ્વારા લેવામાં આવી રહ્યો છે. જો આ પ્રકારના કિસ્સાઓમાં ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે તો અનેક લોકો તથા કંપનીઓ ઉઘાડી પડી શકે તેમ છે. કોઇ પણ વ્યક્તિની જાણ બહાર તેના મોબાઇલની ગતિવીધી પર દેખરેખ રાખવી ગુનાહિત કૃત્ય છે. નવી રીતે લોકોને હેરાનગતી થવાનો કિસ્સો અત્યંત ચોંકાવનારો છે. જો ઓનલાઇન કોમ્યુનીટીને યોગ્ય રીતે મોનીટર કરવામાં નહિ આવે તો અનેક લોકો વગર વાંકે સંડોવાઇ જશે.
[caption id="attachment_4825" align="aligncenter" width="1280"] લોન રીકવરી માટેના મેસેજનો સ્ક્રીન શોટ[/caption]