ચોક્કસ બાતમીને આધારે બુધવારે સવારે 9.30 વાગ્યે પોલીસે બૂટલેગરને ઝડપી પાડવા નાકા બંધી કરી હતી.
પોલીસે રોકવાનો પ્રયાસ કરતાં ભાવેશ પોલીસ કર્મીને જીવલેણ ટક્કર મારી નાસી છૂટ્યો
મોડી સાંજે પાદરા પોલીસે ભાવેશ પટેલની ધરપકડ કરી
વડોદરા. પાદરા પાલિકાનો કોર્પોરેટર, એપીએમસીનો ડિરેક્ટર અને નામચીન બુટલેગર ભાવેશ ઉર્ફે લાલો ચંદ્રકાંત પટેલે દારૂની ખેપ મારવાનો હોવાની બાતમીને આધારે પોલીસે બુધવારે સવારે બંદોબસ્ત ગોઠવ્યો હતો. બુટલેગર - કોર્પોરેટરની દારૂના જથ્થો ભરેલી કાર પોલીસે રોકી હતી. જોકે, તેણે પોલીસ કર્મીને અડફેટે લઈ કાર હંકારી મૂકી હતી. આ મામલે મોડી સાંજે પોલીસે બુટલેગર - કોર્પોરેટરની ધરપકડ કરી હતી. જેના પગલે સ્થાનિક ભાજપી વર્તુળમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુનાહીત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને ભાજપામાં પ્રવેશ આપવા સામે પણ સ્થાનિક કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો.
બુધવાર સવારે 9:30 વાગ્યે પાદરાનો નામચીન બુટલેગર અને નગરપાલિકા ભાજપનો કોર્પોરેટર તેમજ પાદરા એપીએમસીનો ડિરેક્ટર ભાવેશ ઉર્ફે લાલો ચંદ્રકાંત પેટેલ દારૂ ભરેલી કાર સાથે ભાયલી તરફથી પાદરા આવતો હોવાની બાતમી પાદરા પોલીસ ટીમને મળી હતી. જેથી પાદરા પોલીસે શહેરના જુદા જુદા એન્ટ્રી પોઇન્ટ ઉપર નાકાબંધી કરી વોચમાં ગોઠવાઈ ગઈ હતી. ત્યારે 10 :00 વાગ્યે મોરારબાગ સોસાયટી પાસે આવેલ શુભ હોસ્પિટલ પાસેથી ભાવેશ તેની કાર લઈને પસાર થયો હતો. જેથી પોલીસે તેને રોકવાની કોશિષ કરતા ભાવેશે પોલીસને જોઈને તેણે ટીમને અડફેટે લઈને જાનથી મારી નાખવાની કોશિષ કરી હતી.
દરમિયાન ભાવેશે પાદરા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ યોગેશ પુરોહિતને અડફેટે લેતા યોગેશના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. કોન્સ્ટેબલ યોગેશ પટેલને અડફેટે લીધાબાદ ભાવેશ પટેલ ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગેની જાણ ઉપરી અધિકારીઓને થતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ કોન્સ્ટેબલને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પાદરા પોલીસના પી આઈ એસ એ કરમુરેએ જણાવ્યું હતું કે, મોડી સાંજે પાદરા પોલીસ દ્વારા પાલિકાનો સભ્ય અને એપીએમસીનો ડિરેક્ટર આરોપી ભાવેશ ઉર્ફે લાલો પટેલને મોડી સાંજે વડોદરાથી કાર સાથે ઝડપી પાડ્યો હતો. અને તેના કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો છે. આરોપી ભાવેશ ઉર્ફે લાલો પટેલ સામે પોલીસે 307 અને 333 મુજબ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ કારમાંથી દારૂનો જથ્થો નહિ મળી આવતા તેની પણ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ભાવેશ ઉર્ફે લાલો પટેલ અવાર નવાર પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ છે.