જાહેરનામાના નિયમનું પાલન ન થતા પોલીસે હોટલના મેનેજર વિરુદ્ધ કાર્યવાહી
હોટલમાં આવતા ગ્રાહકોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી થતી ન હતી
વડોદરા. શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ પંચશીલ હોટલ સંચાલક દ્વારા પોલીસના ઓનલાઈન પથિક સોફ્ટવેરમાં ગ્રાહકોની વિગતો ન દર્શાવતા હોટલ મેનેજર વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હોટલ સંચાલકો દ્વારા નિયમનું પાલન કર્યા વગર ગ્રાહકોને રૂમો ભાડે આપતા હોવાથી પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
રાજ્ય પોલીસ વિભાગ દ્વારા રાજ્યના તમામ શહેરમાં આવેલી તમામ હોટલો, લોજ, ગેસ્ટહાઉસના સંચાલકો તથા જવાબદાર વ્યક્તિને રિસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેકટીવિટી વાળું કોમ્પ્યુટર રાખી પોલીસ તરફથી પથિક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી રજીસ્ટરમાં થતી એન્ટ્રીઓ ઓનલાઇન કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તેમ છતાં ઘણા હોટલ તેમજ ગેસ્ટહાઉસના સંચાલકો દ્વારા તેનો અમલ કરવામાં આવતો ન હતો. અને હોટલ, ગેસ્ટહાઉસના સંચાલકો દ્વારા ઓન લાઇન એન્ટ્રીનો કડક અમલ કરવામાં આવે તે માટે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
શહેર એસ.ઓ.જી.ની તપાસમાં અલકાપુરી વિસ્તારમાં ઓફિસર્સ કોલોની સામે આવેલ પંચશીલ હોટલ દ્વારા પથિક સોફ્ટવેરમાં ઓન લાઇન એન્ટ્રી કરવામાં આવતી ન હોવાની વિગતો જાણવા મળી હતી. જેથી એસ.ઓ.જી. દ્વારા હોટલના મેનેજર હર્ષ સંજયકુમાર પટેલ (રહે. સન રેસીડેન્સી, આજોડ ગામ ,વડોદરા)ને પથિક સોફ્ટવેરનો આઈ.ડી. તથા પાસવર્ડ આપી જાહેરનામાનો અમલ કરવા સૂચના આપી હતી. તેમ છતાં પણ હર્ષ પટેલે હોટલના રિસેપ્શન કાઉન્ટર ઉપર રાખેલા કોમ્પ્યુટરમાં પથિક સોફ્ટવેરમાં હોટલમાં આશ્રય લીધેલા મુસાફરોની નોંધ કરી ન હતી. અને ફક્ત ગેસ્ટહાઊસ રજીસ્ટરમાં એન્ટ્રી કરી જાહેરનામાનું ઉલઘન કર્યું હતું. જેથી એસઓજી દ્વારા અલકાપુરીમાં આવેલ પંચશીલ હોટલના મેનેજર હર્ષ પટેલ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ કાર્યવાહી ધરી છે.