પરિણીતા સ્ટેશન ઉપર સફાઈ કામ કરતી હતી ત્યારે માસ્તરે સ્ટોર રૂમમાં લઈ જઇ દુષ્કર્મ આચર્યું
બે દિવસ પછી પોતાની આપ વીતી પતિને જાણ કરતાં પતિએ નોકરી છોડાવી દીધી
લોકડાઉન પછી પરિણીતા વડોદરા પરત આવી હતી ત્યારે સ્ટેશન માસ્તર પરિણીતાના ઘરે પહોંચી ગયો હતો
ઘરે પહોંચી જઇ માસ્તરે પરિણીતાને ચપ્પુ બતાવી કોઈને ના કહેવાની ધમકી આપી હતી
સ્ટેશન માસ્તર અવાર-નવાર પરિણીતાના ઘરે પણ પહોંચી જતો હતો
પુલીસ મે પૈસે ભર દુંગા, મગર યે બાત આગે જાની નહિં ચાહીએ - સ્ટેશન માસ્તર
વડોદરા. આઠ માસ પહેલાં રેલવેમાં સફાઇ કામ કરતી 19 વર્ષીય પરિણીતા ઉપર દુષ્કર્મ આચરનાર પીલોલ રેલવે સ્ટેશનના બળાત્કારી સ્ટેશન માસ્તર વિરુદ્ધ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. હવસખોર સ્ટેશન માસ્તરે બળાત્કાર કર્યા પછી યુવતીને રૂ, 100 આપ્યા હતા. તેમજ થોડા સમય પછી યુવતીને ચાકૂ બતાવી કોઇને જાણ ન કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આઠ માસ પહેલાં બનેલા દુષ્કર્મના આ બનાવ અંગે રેલવે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સ્ટેશન માસ્તરના દુષ્કર્મનો ભોગ બનેલી પરિણીતાએ રેલવે પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મૂળ મધ્ય પ્રદેશની રહેવાસી અને હાલ પીલોલ રેલવે સ્ટેશન પાસે રેલવે કવાટર્સમાં રહેતી 19 વર્ષીય પરિણીતા પીલોલ રેલવે સ્ટેશન ખાતે કોન્ટ્રાક્ટમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. તેનો પતિ પણ કોન્ટ્રાક્ટમાં રેલવેના પાટાનું કામ કરે છે. તા.1 માર્ચ-2020ના રોજ યુવતી સ્ટેશન માસ્તરની ઓફિસની બાજુમાં સાફ સફાઈ કરતી હતી. તે વખતે સ્ટેશન માસ્ટર તરીકે ફરજ બજાવતાં રાજેન્દ્રકુમાર રામચંદ્ર વર્મા (રહે, યશ કોમ્પ્લેક્ષ ની સામે , ગોત્રી, વડોદરા) તેની પાસે પહોંચી ગયો હતો અને સ્ટોર રૂમમાં લઈ જઇ યુવતી ઉપર જબરદસ્તી કરી દુષ્કર્મ આચર્યું હતું .
દુષ્કર્મ આચર્યા બાદ સ્ટેશન માસ્તરે પરિણીતાને 100 રૂપિયા આપ્યા હતા. અને આ બનાવ અંગે કોઇને જાણ ન કરવા માટે ધમકી હતી. પરંતુ પરિણીતાએ 100 રૂપિયા લીધા ન હતા. આમ છતાં, બે દિવસ પછી પરિણીતાએ બનાવ અંગે પતિને જાણ કરતાં પતિએ નોકરી છોડાવી દીધી હતી. ત્યારબાદ કોરોનાના કારણે લોકડાઉન થઈ જતાં પતિ-પત્ની પરત વતન ગયા હતા. 3 મહિના વતનમાં રોકાયા બાદ પતિ પત્ની જૂન મહિનામાં વડોદરા પરત ફર્યા હતા. અને પતિ રાબેતા મુજબ કામ પર લાગી ગયો હતો અને યુવતી રેલવે ક્વાટર્સમાં એકલી રહેતી હતી.
દરમિયાન તા. 17મી ઓક્ટોબરના રોજ બપોરના 12 વાગ્યે પરિણીતા ઘરમાં એકલી હતી. તે સમયે સ્ટેશન માસ્તર રાજેન્દ્રકુમાર વર્મા ઘરે પહોંચી ગયો હતો. અને દરવાજો ખટખટાવ્યો હતો. પરિણીતાએ દરવાજો ખોલતા રાજેન્દ્રએ તેણીને ચાકુ બતાવી કહ્યું કે, મે તેરે ઘર આયા હું વો કિસી કો બતાના મત. જેથી પરિણીતા હેબતાઈ ગઈ હતી. અને ઘરમાં પુરાઈ ગઈ હતી. આ બનાવ અંગે પરિણીતાએ પતિને જાણ કરતા પતિએ સ્ટેશન માસ્તર વર્માને ફોન કરીને જણાવ્યું હતું કે, પહેલે ભી તુમને મેરી પત્ની કે સાથ એસા કામ કિયા થા. આજ ભી મેરે ક્વાટર્સ પે ક્યુ આયા થા. મેં પોલીસ કો બતા દુ. જેના જવાબમાં વર્માએ જણાવ્યું હતું કે, પુલીસ મે પૈસે ભર દુંગા, મગર યે બાત આગે જાની નહિં ચાહીએ તેવો જવાબ આપ્યો હતો.
આઠ માસ પહેલા પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર સ્ટેશન માસ્તર અવાર-નવાર તેણીના ઘરે પહોંચી જતો હતો. જેના કારણે દંપતિ ગભરાઇ ગયું હતું. અને આખરે ગોધરા રેલવે લાઇન ઉપર આવેલા પીલોલ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર વિરૂધ્ધ વડોદરા રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે સ્ટેશન માસ્તર રાજેન્દ્રકુમાર રામચંદ્ર વર્મા વિરુદ્ધ દુષ્કર્મ, એટ્રોસીટી એક્ટ સહિતની કલમો સાથે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.