બોગસ બાયોડીઝલ વેચાણનો મામલો રાજ્યમાં ઠેર ઠેર સામે આવી રહ્યો છે
સાવલી અને હાલોલ વિસ્તારના 9 પેટ્રોલ પંપ પર છેલ્લા 24 કલાકમાં દરોડા પાડવામાં આવ્યા
GST, GPCB અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે દરોડા પાડવામાં આવતા કૌભાંડીઓમાં ફફડાટ
વડોદરા. રાજ્યમાં અનેક જગ્યાઓએથી બોગસ બાયોડીઝલ વેચાણ સામે અવાજ ઉઠી રહ્યો છે. તેવા સમયે વડોદરા જી.એસ.ટી, પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને પોલીસ વિભાગ પણ સંયુક્ત રીતે સક્રીય બની છે. કૌભાંડીઓ સામે તપાસનો વ્યાપ વધારવા માટે સંયુક્ત રીતે સાવલી અને હાલોલ વિસ્તારના 9 પેટ્રોલ પંપ પર છેલ્લા 24 કલાકમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આગામી સમયમાં વિવિધ વિસ્તારોમાં કાર્યરત પંપ પર કામગીરી લંબાવાશે.
બોગય બાયોડીઝલ વેચાણ કરવાનો મામલો સામે આવતા રાજ્યભરમાં તેની સામે અનેક પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને આ ગુનાનો ઉગતો જ ડામવો જોઇએ તે દિશામાં કામગીરી કરવા માટેની માંગ ઉઠી છે. તેવા સમયે વડોદરામાં જી.એસ.ટી, જી.પી.સી.બી. અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે રેડની કામગીરી કરવામાં આવી રહી છે. મંગળવારે ડિપાર્ટમેન્ટ દ્વારા સાવલી અને હાલોલ વિસ્તારમાં આવેલા 9 બાયોડીઝલનું વેચાણ કરતા પંપ પર સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 4 જેટલી જગ્યાઓ પર પંપ બંધ જોવા મળ્યા હતા. બાકીના પંપ પર અલગ અલગ વિભાગ દ્વારા ઝીણવટ ભરી તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. આગામી સમયમાં શહેરના અનેક વિસ્તારના પંપ પર કામગીરી કરાશે.