ચરસનું વેચાણ કરતો પેડલર વિરુદ્ધ અગાઉ બે વખત રાયોટિંગના ગુના નોંધાયેલ છે
બે દિવસ પહેલા પણ એસઓજીએ કાર્લેઈબાગ વિસ્તારમાંથી ગાંજાનું વેચાણ કરતા પેડલરને ઝડપી પાડ્યો હતો
સપ્લાયર અલ્તાફ બચુભાઇ શેખ વોન્ટેડ જાહેર કરાયો
વડોદરા. દિવસેને દિવસે અનેક વિવિધ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને નશાખોરી વધતી જાય છે. છેલ્લા 24 કલાકમાં બીજી વખત કારેલીબાગમાં નશાનો કારોબાર કરતા પેડલરને પકડી પાડવામાં આવ્યો છે. 2 દિવસ પહેલા એલ.એન્ડ.ટી સર્કલ પાસે રીક્ષામાં ગાંજાની પડીકી વેચનાર પકડાયો હતો. આજરોજ ઇન્દિરાનગર બ્રીજ, કારેલીબાગ પાસેથી ચરસની પડીકી વેચતો પેડલર ઝડપાયો છે. 48 કલાકમાં એક જ વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએ નશાનો વેપાર પકડાવવો ચિંતાનો વિષય છે.
છેલ્લા કેટલાય સમયથી ચિંતાજનક રીતે નશાખોરી વધી રહી હોવાનું સામે આવી રહ્યું છે. છેલ્લા 48 કલાકમાં શહેરના પોશ ગણાતા કારેલીબાગ વિસ્તારમાંથી બે અલગ અલગ જગ્યાઓ પરથી પડીકી મારફતે નશાયુક્ત પદાર્થો વેચતા પેડલરને પકડી પાડવામાં આવ્યા હતા. આજરોજ એસ.ઓ.જી.ને કારેલીબાગ વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગર બ્રિજ પાસે ચરસનું વેચાણ કરતા શખ્સ અંગે બાતમી આપવામાં આવી હતી. બાતમીમાં પેડલરના દેખાવ અને તેણે પહેરેલા ઘરેણાની ચોક્કસ વિગત આપવામાં આવી હતી. જેને આધારે એસ.ઓ.જી. દ્વારા એન.ડી.પી.એસ રેડ કરી હતી. અને બાવામાનપુરામાં રહેતા અકબર અલી સૈયદઅલી સૈયદની ધરપકડ કરી હતી. પેડલર પાસેથી કુલ રૂ. 15,600 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પડીકીમાં ચરસનું વેચાણ કરતો અકબરઅલી સૈયદઅલી સૈયદ બાનામાનપુરાના સપ્લાયર અલ્તાફ બચુભાઇ શેખ પાસેથી ચરસનો જથ્થો ખરીદતો હતો. ત્યાર બાદ ગ્રાહકોને પડીકીમાં છુટ્ટક વેચાણ કરતો હતો. અકબરઅલી સૈયદઅલી સૈયદ વર્ષ 2002 અને 2015 માં રાયોટીંગના ગુનામાં પાણીગેટ પોલીસ તથા સીટી પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો. પોલીસે તે મામલે ગુનો નોંધી સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો હતો.
બે દિવસ પહેલા બાતમીના આધારે SOGની ટીમ એલ.એન્ડ ટી. સર્કલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ગાંજાની પડીકીનું વેચાણ કરવા જતા પેડલરને એસઓજીએ પકડી પાડ્યો હતો. વિરેન્દ્રકુમાર ઉર્ફ નીકુ અમરજીત ઉપાધ્યાય છેલ્લા છ-સાત માસથી ગાંજાનો ધંધો કરતો હતો અને ગાંજાની પડીકીઓ તે વાઘોડિયા રોડ ઉપર રહેતા રોનક ઉર્ફ બાળુ ચૌહાણ પાસેથી રોજની 25થી 23 પડીકીઓ લાવતો હતો અને જલારામનગર ઝૂંપડપટ્ટી સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં પોતાની રીક્ષા પાર્ક કરીને વેચતો હતો. પોલીસ પૂછપરછમાં વિરેન્દ્રએ જણાવ્યું હતું કે, રોનક ઉર્ફ બાળુ ચૌહાણ પાસેથી ગાંજાની એક પડીકી 200 રૂપિયામાં ખરીદતો હતો અને છૂટકમાં તે પડીકી ગ્રાહકની માંગણી જોઇને 300થી 400 રૂપિયામાં વેચતો હતો. ગાંજાની પડીકીઓ સાથે ઝડપાયેલા વિરેન્દ્ર ઉર્ફ નીકુ ઉપાધ્યાયને ગાંજાની પડીકીઓ સપ્લાય કરનાર રોનક ઉર્ફ બાળુ ચૌહાણને પકડી પાડવામાં આવ્યો હતો.