• અજય તડવી પોલીસને ગેરમાર્ગે દોરવા પોતે બાપોદ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો.
  • ધર્મેશની હત્યામાં જિગ્નેશ મારવાડી અને કરણ સરદારએ પણ મુખ્ય ભુમિકા ભજવી હતી.
  • ધર્મેશની પીસીબીએ આંકરી પુછપરછ તેણે વટાણા વેરી દીધા હતા.
  • કરણ સરદાર ખુબ શાતીર હોવાથી પીસીબી પી.આઇ સહીતની ટીમે વેશ પલટો કર્યો
  • ઇન્સપેકટરના એક હાથમાં અજય હતો અને બીજા હાથમાં કરણ સરદારની અને તેની એક્ટિવા
  • કિશનવાડીમાં વાતો વહેતી થઇ કે પાણીપુરા વાળાની બબાલ થઇ અને લોક ટોળા ઉમટી પડ્યાં હતા.
  • ધર્મેશની હત્યા કરાયેલા લાશ ફેંકી ત્રણેય આરોપીઓ એજ રસ્તા પરથી પાછા કિશનવાડી આવ્યાં અને લોહી વાળા કપડા સળગાવી દીધા હતા
  • ધર્મેશની હત્યા કર્યા બાદ ત્રણેયએ આખી રાત સ્ટેશન પર વીતાવી


વડોદરા. ધર્મેશની હત્યા જુના ઝઘડાનો ખાર રાખી કરવામાં આવી હતી તે અજય તડવીની પુછતાછમાં બહાર આવી ગયુ હતુ. પરંતુ ધર્મેશની હત્યામાં એકલો અજય નહી પણ તેના સાગરીત જીગ્નેશન મારવાડી અને શાતીર કરણ સરદારની પણ સંડોવાણી જણાઇ આવી હતી. આ બન્ને ઝડપી પાડવા માટે પીસીબીની ટીમે ફિલ્મી ઢબે જુદા જુદા વેશ ધારણ કરી બન્ને હત્યારાઓને ઝડપી પાડવામાં આવ્યાં હતા.આ બનાવમાં મહત્વની બાબત એ પણ છે કે અજય મૃત્ક ધર્મેશના હાથ નિચે જ મોટો થયો હતો.

ધર્મેશની હત્યા કર્યા બાદ અજય, જીગ્નેશ અને કરણ સરદારે લોહી વાળા કપડા સળગાવી દીધા હતા. અને ત્યારબાદ બીજા કપડા પહેરી આખી રાત રેલવે સ્ટેશન પર વીતાવી હતી. વહેલી સવારે અજય વડોદરાથી દમણ બાગી ગયો હતો જ્યારે કરણ અને જીગ્નેશ શહેરમાં જ હતા. એક દિવસ દમણ ખાતે રોકાયા બાદ અજય પ્લાન મૂજબ ગત 15મી સપ્ટેમ્બરના રોજ પરત વડોદરા આવી બાપોદ પોલીસ સ્ટેશનમાં તેની સામે અગાઉ નોંધાયેલા મારા-મારીના ગુનામાં હાજર થઇ ગયો હતો. તેવામાં બે દિવસ બાદ 17મી સપ્ટેમ્બરના રોજ ધર્મેશ કહાર ઉર્ફે બટકોની લાશ મળી હતી.

હત્યાનો ભેદ ઉકેલવામાં લાગેલી પોલીસને અજય અને ધર્મેશ વચ્ચે બે મહિના અગાઉ કિશનવાડી ગધેજા માર્કેટ ખાતે થયેલા ઝઘજાની જાણ થઇ હતી. જેથી પોલીસે તેને પુછતાછ હાથ ધરતા ધર્મેશની હત્યામાં જીગ્નેશ મારવાડી અને કરણ સરદાર પણ સામેલ હોવાની વાત બહાર આવી હતી. હવે પીસીબી આ બન્નેની શોધમાં લાગી હતી.

જેના પરિણામાં પીસીબી પી.આઇ રાજેશ કાનમીયાએ એક ટીમ તૈયાર કરી જેમાં તેઓ પોતે કિશનવાડી ખાતે પાણીપુરા વેચવા માટે ઉભા રહીં ગયા, પી.એસ.આઇ એ.ડી મહંત કિશનવાડી વુડાના મકાન પાસે રિક્ષા ચાલક બની વોચમાં બેઠા, એ.એસ.આઇ કાર્તીંકસિંહ જાડેજા પાનના ગલ્લા પર વોચ રાખી બેઠા અને હેડ કોન્સ્ટેબલ કાળુભાઇ વુડાના મકાન પાસે શાકભાજીની લારી લઇ વોચમાં ગોઠવાઇ ગયા હતા. હત્યારો કરણ સરદાર ખૂબ જ સાતીર હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા ટ્રેપ ગોઠવી પાણીપુરીની લારી પાસે અજયને ઉભો કરી દેવાયો હતો.

પોલીસના પ્લાન મૂજબ અજયે કરણને ફોન કરી કિશનવાડી ખાતે ધર્મેશની હત્યા બાબતે પ્લાનીંગ કરવા માટે ફોન કરી બોલાવ્યો હતો. સામે તરફથી મોપેડ પર આવતા કરણ સરદારની સાતીર નજર રિક્ષામાં બેઠેલા પોલીસ કર્મી પર પડી અને બન્નેની નજર એક થતા તેને પોલીસની હાજરી ગંધ આવી ગઇ હતી. જેથી તેણે પોતાની મોપેડ ભગાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ પાણીપુરા વાળાનો વેશ ધારણ કરી ઉભેલા પીઆઇ કાનમીયાએ તેને ઝડપી લીધો હતો.

સ્થિતિ એવી હતી કે, પી.આઇ રાજેશ કાનમીયાના એક હાથમાં અજય તડવી હતો અને બીજા હાથમાં કરણ સરદારની મોપેડ હતી. અંદાજીત 50 મીટર સુધી ખેંચાયા બાદ રાજેશ કાનમીયા અને તેમની ટીમે કરણ સરદારને દબોચી લીધો હતો. દરમિયાન વિસ્તારમાં એવી વાત ફેલાઇ કે પાણીપુરા વાળાનો ઝઘડો થયો, જેથી લોકોના ટોળા ઉમટવાના શરૂ થયા હતા. આમ દોઢ કલાકની મહેનત બાદ પોલીસે કરણ સરદારની ધરપકડ કરી અને જીગ્નેશ મારવાડીને પણ ઝડપી પાડ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud