• દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે બહાર નિકળતા હોય છે.
  • ચોરી, લુંટ તથા ચીલ ઝડપ જેવા ગુના દિવાળી ટાણે વધુ બને છે.
  • શહેર પોલીસની મહત્વની શાખા ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી તેમજ ડીસ્ટાફ અને સર્વેલન્સના કર્મીઓ યુનિફોર્મમાં જ ફરજ બજાવશે

વડોદરા. પોલીસની ઓળખ ખાખી, ખાખી પહેરેલી વ્યક્તિ દેખાય એટલે પોલીસ તેવુ આપણે નાણપણથી જ શીખવાડવામાં આવ્યું છે. પરંતુ પોલીસની મહત્વની શાખામાં ફરજ બજાવતા કર્મીઓ કાયમ સાધારણ એટલે કે સિવિલ ડ્રેસમાં ફરજ બજાવતા હોય છે. તેનુ પાછળનુ કારણ એ છે કે, મહત્વની શાખામાં ફરજ બજાવતી વ્યક્તિઓ ગુપ્તચર એજન્સીઓની જેમ કામ કરતી હોય છે. ગુનેગારો તેમના ચહેરાથી વાકેફ હોય છે પણ દરેક નહીં. જેથી ગુનાખોરી અટકાવવા અને ગુનેગારોને પકડવામાં પોલીસની મહત્વની બ્રાનચની ભૂમિકા ખૂબ ખાસ હોવાનુ મનાય છે.

વડોદરા પોલીસ દ્વારા સોશિયલ મિડીયા પર જાહેર કરવામાં આવેલું પોસ્ટર

દિવાળીના તહેવાર ટાણે મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા તેમજ હરવા ફરવા માટે બહાર નિકળતા હોય છે. તહેવારના કારણે લોકો સોનાના ઘરેણા પહેરી પણ ફરતા જોવા મળે છે. જ્યારે દુકાનમાં પણ ખરીદી કરવા આવતા લોકોનુ મોટો જમાવળો જોવા મળે છે. તેવામાં કેટલાક ગુનેગારો પોતાનો હેતુ સર કરવા પોલીસની ઓળખ આપી લોકોને છેતરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. જોકે આ થવાનુ મુળ કારણ છે કે, પોલીસની મહત્વની ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી તથા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ અને સર્વેલન્સના કર્મીઓ કાયમ સાદા કપડામાં ફરજ બજાવતા હોય છે.

તેવામાં તહેવારના સમયે સાદા કપડા પહેરીને આવતા ઠગબાજો પોલીસની ઓળખ આપી લુંટ, ચોરી અને છેતરપીંડી જેવા કિસ્સાઓ અટકાવવા માટે શહેર પોલીસે એક નવો અભિગમ અપનાવ્યો છે. જેમાં શહેર પોલીસની મહત્વની ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી,પીસીબી અને પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ અને સર્વેલન્સના કર્મીઓને દિવાળી ટાણે ફરજીયાત યુનિફોર્મ પહેરી ફરજ બજાવતી જોવા મળશે. આમ પોલીસની દરેક જગ્યા હાજરી પણ જોવા મળશે તેની સાથે દિવાળી ટાણે પોલીસના નામે બનતા ગુનાઓ પણ અટકાવી શકાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud