8 વર્ષ પહેલા બનેલી ઘટનાએ શહેરને હચમચાવી નાંખ્યો હતો, આજે પણ તેનું પુનરાવર્તન થવાની શક્યતાઓ
વર્ષ 2012 માં દિવાળી પહેલા શહેરના સૌથી મોટા ફટાકડા બજારમાં આગ લાગી હતી.
આગમાં 140 સ્ટોલ સળગીને ખાખ થઇ ગયા હતા, રસ્તા પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા
અગાઉ 40 વર્ષ પહેલા 10 નવેમ્બર,1972 ના દિવસે જ આગ લાગી હતી જેમાં ચૌદ સ્ટોલ સળગ્યા હતા
વડોદરા. છેલ્લા દાયકાઓથી પોલો ગ્રાઉન્ડ ખાતે દિવાળી પહેલા મોટુ ફટાકડા બહાર ભરાય છે. પરંતુ વર્ષ 2012માં વડોદારના સૌથી મોટી મોટા ગણાતા ફટાકડા બજારમાં આગ લાગી હતી. જેને કારણે કરોડો રૂપિયાનું દારૂખાનું એક સાથે ફુટી ગયું હતું અને અનેક ગાડી-બાઇક સળગી ગયા હતા. જો કે ઘટનાના 8 વર્ષ બાદ આજે મોટા ફટાકડા બજારમાં સ્થિતી સુધરી છે.
10 નવેમ્બર, 2012 ના રોજ બપોરે સાડાત્રણ વાગ્યે વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં આવેલા ફટાકડાના સ્ટોલમાં લાગેલી આગ એક્ઝેટ ચાલીસ વર્ષ પછી ફરી લાગી હતી. 10 નવેમ્બર, 2012 ના રોજ લાગેલી આગમાં ફટાકડાના 140 સ્ટોલ સળગીને ખાક થઈ ગયા હતાં. આ આગના કારણે દોઢથી બે કરોડ રૂપિયાનો વેપારીનો ફટાકડાનો માલ સળગી ગયો હતો. જ્યારે આગ લાગવાના કારણે દોઢસોથી વધુ બાઇક અને ચાલીસથી વધુ કાર ભસ્મીભૂત થઈ ગઈ હતી. આ ઘટનામાં એક શખ્સનું કરૂણ મોત નિપજ્યું હતું. સદનસીબે મોટી જાનહાની ટળી હતી. પરંતુ પચીસથી વધુ લોકોને ઈજા થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 40 વર્ષ પહેલા 10 નવેમ્બર,1972 ના દિવસે જ આગ લાગી હતી. જો કે તે સમયે પોલો ગ્રાઉન્ડમાં બનેલા ચૌદ સ્ટોલ સળગ્યા હતા.
10 નવેમ્બર, 2012 ના રોજ ફટાકડાના સ્ટોલમાં આગ લાગતાં ફટાકડા ફૂટવા શરૂ થયા હતા. એકસાથે લાખો બોક્સ ફટાકડા ફૂટતા એનો અવાજ છેક દોઢ કિલોમીટર દૂર આવેલા વિસ્તારોમાં પણ સંભળાયો હતો. આગના એરિયામાં સળગેલા દારૂગોળાની વાસ એવી તીવ્ર હતી કે માથું ફાટી જતું હતું. ફટાકડાના સ્ટોલમાં લાગેલી આ આગમાં ફુટેલા ફટાકડા વિસ્તારની આજુબાજુમાં આવેલા કોમ્પલેક્ષમાં જઈને પડ્યા હતા. આગને કાબૂમાં લેવા માટે કુલ પિસ્તાલીસ ફાયરફાઇટર કામે લગાડવા પડ્યાં હતાં. આગના કારણે વાયરમાં શૉર્ટ સર્કિટ ન થાય એ માટે આ વિસ્તારની જનરલ અને પર્સનલ લાઇટ બંધ કરી દેવામાં આવી હતી, જે મોડી રાત્રે આઠ વાગ્યે ફરીથી ચાલુ કરવામાં આવી હતી.
આગની ઘટનાના સીસીટીવી જોતા વાત સામે આવી હતી કે, સ્ટોલ નંબર નવ પર લોકો ઉભેલા દેખાય છે અને એક કિશોર ફટાકડા ફોડવાની ચાઇનીઝ પિસ્તોલ સાથે ઉભો છે. બાજુના સ્ટોલવાળી વ્યક્તિ તેને પિસ્તોલ સાથે ચેડા ન કરવાનું જણાવી રહી હોવાનું ફલીત થતું હતું. ત્યારબાદ આ કિશોરે પિસ્તોલ ફોડતાં આગ લાગ્યાનું અનુમાન હતું.