•  યુવાને ઇરવા – ઇમરન્સી રેસ્પીરેટરી વેન્ટીલેશન અપેરેટસ, નામનું પોર્ટેબલ વેન્ટીલેટર તૈયાર કર્યું
  • 100 દિવસની મહેનત બાદ ઇરવા પોર્ટેબલ સ્વદેશી પોર્ટેબલ વેન્ટીલેટર તૈયાર કરવામાં આવ્યું
  • વધારે રિસર્ચ અને ટેકનીકલ અપગ્રેડેશન બાદ તેને આઇસીયુ ક્રીટીકલ કેરમાં ઉપયોગ કરી શકાશે
  • ઇરવાને આસાનીથી ટ્રાન્સપોર્ટેશન, રેલવે, જાહેર મહત્વના સ્થળો પર મૂકી શકાશે

પાર્થ બી. પંડ્યા. કોરોનાની સ્થિતીને લઇને આપવામાં આવેલા લોકકડાઉનમાં લોકોની અનેકવિધ ક્ષમતા બહાર આવી હતી. લોકડાઉન થી અનલોક સુધીના સમયગાળામાં શહેરના એન્ટ્રપ્રેન્યોર સૌરીન પટેલે ઇરવા – ઇમરન્સી રેસ્પીરેટરી વેન્ટીલેશન અપેરેટસ, નામનું પોર્ટેબલ વેન્ટીલેટર તૈયાર કર્યું છે. પોર્ટેબલ વેન્ટીલેટર સંપુર્ણ સ્વદેશી છે.

કોરોનાની સ્થિતીમાં હોસ્પિટલમાં વેન્ટીલેટરની જરૂરિયાનને પહોંચી વળવા માટે ભારે મથામણ કરવી પડી હતી. દેશમાં વેન્ટીલેટર ઉત્પાદનની ક્ષમતા કરતા વધારે માંગ હોવાને કારણે વિદેશોમાંથી સપોર્ટ સિસ્ટમ મંગાવવી પડી હતી. સ્થાનિક ઉત્પાદકોએ ભારે માંગને લઇને ઉત્પાન તેજ કરી દીધું હતું. લોકડાઉનથી અનલોક સુધીના સમયમાં શહેરના ટેક એન્ટ્રપ્રોન્યોર સૌરીન પટેલે દેશ ઉપયોગી સાધન બનાવવાનું નક્કી કર્યું હતું. 3 સમયગાળામાં વેન્ટીલેટર માટે જરૂરી રીસર્ચ કર્યા બાદ પ્રોડક્ટ ડિઝાઇન કરવાનું શરૂ કરી દીધું હતું.

100 દિવસની મહેનત બાદ ઇરવા પોર્ટેબલ સ્વદેશી પોર્ટેબલ વેન્ટીલેટર તૈયાર કરવામાં આવ્યું હતું. ત્રણ અલગ અલગ મોડ્યુલ બનાવ્યા બાદ તેમાં સુધારા કરવામાં આવ્યા હતા. આખરે ચોથા પ્રયત્ને ઇરવા બનાવવામાં સફળતા મળી હતી. સ્વદેશી નિર્મિત પોર્ટેબલ વેન્ટીલેટર વિશે કંપનીના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર શૌરિન પટેલે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં વેન્ટીલેટરની તાતી જરૂરીયાત સામે આવી હતી. અમારી વેક્સમા ટેકનોલોજીસ પ્રા.લી.ની ટીમ દ્વારા લોકડાઉનમાં ત્રણ મહિનાની મહેનત બાદ પોર્ટેબલ વેન્ટીલેટર ઇરવા તૈયાર કર્યું હતું. હાલ વેન્ટીલેટર સર્ટિફીકેશન સ્ટેજમાં છે. ઇરવા માટે અમારા તરફે તમામ કામગીરી થઇ ગઇ છે. ટેકનીકલ સર્ટિફીકેશનની પ્રક્રિયા પુર્ણ થયા બાદ તેનું કોમર્શિયલી વેચાણ શરૂ કરવામાં આવશે. ઇરવા ની ખાસીયત છે કે, તેમાં અપગ્રેડેશનના તમામ વિકલ્પ આપવામાં આવ્યા છે. જેના કારણે વધારે રિસર્ચ અને ટેકનીકલ અપગ્રેડેશન બાદ તેને આઇસીયુ ક્રીટીકલ કેરમાં ઉપયોગ કરી શકાશે. હાલ ‘ઇરવા’ ને સર્ટિફીકેશન માટે ટીયુવી ખાતે મોલકવામાં આવ્યું છે.

Team

‘ઇરવા’ ના રિસર્ચ માટે ચીફ ટેક્નિકલ ઓફિસર શૈલેન્દ્ર પટેલ ના નેતૃત્વમાં ટિમ કામ કરી રહી હતી. કુલ 11 ટિમ મેમ્બર્સની સખત મહેનત બાદ ઈરવા પોર્ટેબલ વેન્ટિલેટર બનાવી શકાયું હતું. કોરોનને કારણે ફેફસાની કાર્યશૈલી અસરગ્રસ્ત થઇ રહી છે. જેથી ભવિષ્યમાં શ્વશન સંબંધિત રોગો વધશે જેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. તેવા સમયે ઇમર્જન્સીને પહોંચી વાળવા માટે ‘ઇરવા’ પોર્ટેબલ વેન્ટિલેટર ઉપયોગી નીવડશે. ઇરવાને આસાનીથી ટ્રાન્સપોર્ટેશન, રેલવે, જાહેર મહત્વના સ્થળો પર મૂકી શકાશે.

વાઇફાઇ કનેક્શન, SMS એલર્ટ જેવા ફીચર્સ ઉમેરી ઇરવા ની ઉપયોગીતા વધારાશે

ઇરવા’ પોર્ટેબલ વેન્ટિલેટરની ખાસિયત અંગે જણાવતા સૌરિન પટેલે જણાવ્યું હતું કે, સિસ્ટમ વાઇફાઇ સપોર્ટેડ છે અને તેમાં IOT કનેક્શન જોડવામાં આવ્યું છે. એટલે દર્દીની રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન ડોક્ટરને મળી રહેશે. તેની સાઈઝ કોમપેક્ટ હોવાને કારણે તેની અવર જ્વર વધુ સરળ બનશે. તાત્કાલિક જરૂરિયાતના સમયે SMS એલર્ટ દ્વારા સિસ્ટમ માંથી મેસેજ મોકલી જાણ કરવામાં આવશે. જેને કારણે ઈમરજન્સીના સમયે પોર્ટેબલ વેન્ટિલેટરનું મેનેજમેન્ટ વધુ અસરકારક બનશે. નવા ફીચર્સ ઉમેરવા પર કામ ચાલી રહ્યું છે. આગામી મોડલમાં તમામ ફીચર્સ ઉમરવામાં આવશે. હાલ તમામ ફીચર્સ પર રિસર્ચ અને ડેવલપમેન્ટના સ્ટેજમાં કામ ચાલી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud