વડોદરા. રીયાલીટી પ્રોજેક્ટ ક્રિસ્ટલ યજ્ઞપુરૂષ કોમર્શિયલ એન્ડ રેસીડેન્શીયલ પ્રોજેક્ટમાં મનીષ દિનેશભાઇ પટેલ દ્વારા વર્ષ 2014 માં ફ્લેટ બુક કરાવવામાં આવ્યો હતો. અને તે પેેટે 90 ટકા જેટલી રમકની ચુકવણી કરી દેવામાં આવી હતી. પરંતુ પ્રોમોટર દ્વારા નિયત સમયમાં બાંધકામ પુર્ણ કરવામાં આવ્યું હતું. પોતાના પૈસા પરત મેળવવા માટે ગ્રાહકે રેરા ઓથોરીટીમાં ફરિયાદ નોંઘાવી હતી. રેરા ઓથોરીટીએ ગ્રાહકના બાકી નિકળતા નાણાં વ્યાજ સહિત ઓર્ડર થયાથી 45 દિવસ સુધી ચુકવી દેવાનો હુકમ કર્યો છે.

શહેરના સુભાનપુરા વિસ્તારમાં હાઇટેન્શન રોડ નજીક મનીષ દિનેશ પટેલ રહે છે. તેમના દ્વારા ક્રિસ્ટલ યજ્ઞપુરૂષ કોમર્શિયલ એન્ડ રેસીડેન્શિયલ પ્રોજેક્ટમાં વર્ષ 2014 માં ફ્લેટ બુક કરાવવામાં આવ્યો હતો. અને ફ્લેટ પેટે 90 ટકા જેટલી રકમ ચુકવવામાં આવી હતી. પઝેશન ન મળતા પોતાના નાણાં રીફંડ માંગવામાં આવી હતી. રીફંડ ન મળતા મનીષ દિનેશ પટેલે ગુજ રેરા ઓથોરીટીમાં ફરિયાદ કરી હતી. રેરા ઓથોરીટી દ્વારા બંન્ન પક્ષને હાજર રહેવા માટે નોટીસ ઇશ્યુ કરી હતી.

રેરા ઓથોરીટી સમક્ષ સુનવણી દરમિયાન ક્રિસ્ટલ યજ્ઞપુરૂષ કોમર્શિયલ એન્ડ રેસીડેન્શીયલ તરફે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મહાદેવ બીરલા હાજર રહ્યા હતા. સુવવણી દરમિયાન તેમણે ઓથોરીટીને જણાવ્યું હતું કે, આર્થિક મંદી અને ડિમોનીટાઇઝેશનના કારણે સમયસર પઝેશન (કબ્જો) આપી શકેલ નથી. બાલ ફ્લેટ તૈયાર છે. પણ ફરિયાદી તે લેવા માંગતા નથી.

સુનવણી દરમિયાન બંન્ને તરફે દલીલો સાંભળ્યા બાદ રેરા ઓથોરીટી દ્વારા ફ્લેટ બુકીંગ પેટે ચુકવવામાં આવેલા રૂ. 18.18 લાખ પર 7 ટકા + 2 ટકા સાથે પરત આપવાનો હુકમ કર્યો હતો. હુકમ કર્યાના 45 દિવસમાં પ્રોમોટરે મનીષ દિનેશ પટેલને પૈસાની ચુકવણી કરવાની રહેશે. રેરા ઓથોરીટી દ્વારા 20 ઓક્ટોબરના રોજ ઓર્ડર હુકમ આપવામાં આવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud