• કુંઢેલા અને ભીલાપુર વચ્ચેની માઇનર કેનાલ પાસેથી યુવક દેશી માઉઝર પિસ્તોલ સાથે મળી આવ્યો
  • પુછપરછમાં પિસ્તોલ પિતાની હોવાનું યુવકે જણાવ્યું

 

વડોદરા. પેટાચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર બુધવારના રોજ મતદાન થવા જઇ રહ્યું છે. ત્યારે વડોદરા તાલુકાના કરજણ વિધાનસભા પેટ ચૂંટણી અન્વયે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને ભયના માહોલ ઉપર સંયમ રહે તે હેતુથી ગેરકાયદેસર હથિયારની હેરાફેરીની પ્રવૃત્તિ ડામવા શહેરની વિવિધ બ્રાન્ચ કામગીરી કરી રહી છે. ત્યારે રવિવારે એસઓજી પોલીસે દેશી માઉઝર પિસ્તોલ સાથે ફરતા એક શખ્સને ડભોઈના કુંઢેલા કેનાલ રોડ પરથી ઝડપી પાડ્યો છે.

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી અને દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવા સમયે શહેર જિલ્લામાં અનિચ્છનીય કોઈ બનાવ ન બને તે માટે શહેર જિલ્લા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. જેના ભાગરૂપે જિલ્લા પોલીસ તંત્રની એસઓજીની ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

આ દરમિયાન એસઓજીની ટીમ ડભોઇ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે કુંઢેલા અને ભીલાપુર વચ્ચેની માઇનર કેનાલ પાસે એક ઈસમ શંકાસ્પદ હથિયાર લઇને ફરી રહ્યો છે. તેવી ચોક્કસ બાતમી એસ.ઓ.જી પોલીસને મળી હતી. જેના આધારે એસઓજીની ટીમે કુંઢેલા અને ભીલાપુર ગામની સીમમાં વોચ ગોઠવી હતી. દરમિયાન એક ઈસમ ભીલાપુર ગામની કેનાલ તરફથી ચાલતો આવી રહેલો જોવા મળ્યો હતો. જેથી એસઓજી પોલીસે તેને રોક્યો હતો. અને તેની પૂછપરછ સાથે અંગ જડતી લેવામાં આવી હતી. જેમાં આ ઈસમ પાસેથી દેશી માઉઝર પિસ્તોલ મળી આવી હતી. રૂ,20,000ની મળી આવેલ પિસ્તોલને એસઓજી પોલીસે કબજે કરી તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી.

તપાસમાં દેશી માઉઝર પિસ્તોલ સાથે ફરતા યુવાને પોતાનું નામ ઈમ્તિયાઝ યાકુબ દિવાન (રહે,કિશાનનગર, બાગે હ્સનેન સોસાયટી) જણાવ્યું હતું. દેશી માઉઝર પિસ્તોલના કેસની તપાસ કરી રહેલા એસઓજી પોલીસના પીએસઆઇ ટી બી પંડ્યાએ જણાવ્યું હતું કે, ઈમ્તિયાઝની પુછપરછ કરતા આ પિસ્તોલ તેના પિતાની હતી. અને તેના પિતાનું અવસાન થતા તેને ઘરમાંથી મળી આવી હતી. જેથી ઈમ્તિયાઝ પિસ્તોલને પોતાની સાથે લઇ બહારનીકળ્યો હૉવાનું જણાવ્યું હતું. પોલીસે પિસ્તોલ સાથે ઈમ્તિયાઝ દિવાનની ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજૂ કરવાની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud