• પિડીતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદને પગલે જોન હાલ પોલીસ કસ્ટડીમાં લેવાઇ
  • સેવિકા આશ્રમમાં આવતી યુવતિને બહેલાવી, ફોસલાવી અને જરૂર પડ્યે ધમકાવીને પાખંડી પ્રશાંત પાસે મોકલતી હતી
  • વિડીયો એડિટીંગ સહિતના પુરાવાઓ એકત્ર કરવા પોલીસે દિશાને સાથે રાખીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું


વડોદરા. બગલામુખીના કહેવાતા ગુરૂજી પ્રશાંત ઉપાધ્યાયની ખુબ જ નિકટ તેની સેવિકા દિશા ઉર્ફે જોન હતી. પિડીતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદને પગલે જોન હાલ પોલીસ કસ્ટડીમાં છે. પ્રશાંત માટે દિશા ઉર્ફે જોન ખુબ જ મહત્વની વ્યક્તિ હતી. પાખંડી પ્રશાંત પોતાના બેડરૂમમાં આવતા અને નિકળતા પહેલા જોનને અચુક ફોન કરતો હતો. સેવિકા દિશા ઉર્ફે જોનનું પાખંડી પ્રશાંતની કરતુતોમાં સહાયકની ભુમિકા નકારી શકાય તેમ નથી.

પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની અંગત સેવિકા દિશા ઉર્ફે જોન દ્વારા તેની સમગ્ર પાપલીલામાં સાથ આપવામાં આવતો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પ્રશાંતની હવસ પોષવા માટે સેવિકા આશ્રમમાં આવતી યુવતિને બહેલાવી, ફોસલાવી અને જરૂર પડ્યે ધમકાવીને તેની પાસે મોકલતી હતી. પોતે સ્ત્રી હોવા છત્તા પ્રશાંત પર આસ્થા રાખતી સ્ત્રીઓને તેના પાસે મોકલતી હતી. દિશા ઉર્ફે જોનને પ્રશાંતની રાઝદાર માનવામાં આવે છે. પ્રશાંત તેના બેડરૂમની અંદર જાય તે પહેલા અને બેડરૂમમાંથી બહાર આવે ત્યાર બાદ અચુક દિશા ઉર્ફે જોનને ફોન કરતો હતો.

દિશા પ્રશાંતના આશ્રમની ગતીવીધીઓની સાથે તેના અંતગ જીવનથી સારી રીતે વાકેફ હતી. પ્રશાંતના વિડીયો ઉતારવા, તેના ડેટા સાચવવાસ, એડિટીંગ કરવું સહિતના કામ દિશા કરતી હતી. બેડરૂમમાં જતા પહેલા અંદર કયા પ્રકારની ગોઠવણ કરવાની છે તે માટે પ્રશાંત તેને 5 મિનીટ પહેલા ફોન કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે હતો. અને બેડરૂમમાંથી બહાર જતા પહેલા પ્રશાંત દિશાને ફોન કરતો હતો. બેડરૂમમાંથી બહાર નિકળ્યા બાદ સાફસફાઇ તથા અન્ય ચીજવસ્તુઓ સગેવગે કરવા માટેની જવાબદારી જોન નિભાવતી હોવાનું મનાઇ રહ્યું છે.

પ્રશાંતના રૂમની બહાર નિકળ્યા બાદ દિશા તેને લોક કરતી હતી. પ્રશાંત બેડરૂમમાં આવે તે પહેલા દિશા ઉર્ફે જોન રૂમની એસી પણ ચાલુ કરી રાખતી હતી. જો કે હાલ દિશા ઉર્ફે જોન 2 દિવસના પોલીસ રીમાન્ડ પર છે ત્યારે વિડીયો એડિટીંગ સહિતના પુરાવાઓ એકત્ર કરવા પોલીસે દિશાને સાથે રાખીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud