• પ્રશાંત પોતે બગલામુખીનો સાધક હોવાનો દાવો કરીને અનેક લોકોને પોતાનો શિકાર કરાતો
  • શિષ્યાને રૂમમાં બોલાવવાનો સંદેશો સાઘક પાસે પહોંચાડતો 
  • જાણ બહાર વિડીયો બનાવી વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું

વડોદરા. બગલામુખીનો સાઘક હોવાનો દાવો કરીને પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે અનેકો મહિલાઓ સાથે પોતાની પાપલીલા આચરી હતી. આખરે તેના પાપનો ઘડો ફુટી જતા તેની સામે અનેક પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. હાલ લંપટ પ્રશાંત જેલના સળીયા પાછળ છે. લપંટ પ્રશાંત હું સદગુરૂ છું, મારી સેવા કરવાથી તમે સતલોકમાં જશો, તેમ કહીને મહિલા શિષ્યોને ભોળવખો હતો અને ત્યાર બાદ પોતાની હવસનો શિકાર બનાવતો હતો.

ગોત્રી પોલીસ સ્ટેશનમાં લપંટ પ્રશાંત સામે બીજી દુષ્કર્મની ફરીયાદ

લપંટ પ્રશાંત સામે વર્ષ-2020માં વારસિયા બાદ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે આ ત્રીજી નોંધાઇ હતી. પાખંડી પ્રશાંત તેના આશ્રમમાં સેવા કરવા માટે આવનાર યુવતિને પોતાની સેવા કરવા માટે સાધકો દ્વારા કહેવડાવતો હતો. સાધકનો સંદેશો મળતા જ યુવતિ પ્રશાંતના બેડરૂમમાં જતી હતી. ત્યાં ગયા બાદ પાપી પ્રશાંત “હું સદગુરૂ છું, મારી સેવા કરવાથી તમારા કર્મો સુધરશે અને તમે સતલોકમાં જશો”. એમ કહીનો આશ્રમમાં સેવા કરવા માટે આવતી સેવિકાઓને પ્રભાવિત કરતો હતો.

લપંટ પ્રશાંતે શિષ્યાના ગાલ પર હાથ ફેરવી “આઇ લવ યુ કહ્યું”

શિષ્યાને સંકોચ છતા લંપટ પ્રશાંતે હવસનો શિકાર બનાવવા માટે રાત્રે તેના બેડરૂમમાં પગ દબાવવા બોલાવતો હતો. એક રાતે લપંટ પ્રશાંતે યુવતિના બંન્ને ગાલ પર હાથ ફેરવીને આઇ લવ યુ કહી, હું તારા વગર નહિ જીવી શકીશ નહિ. તારી ફીગર મને બહુ ગમે છે. તેમ જણાવી વધુ નજીક જવાના પ્રયાસો કર્યા હતા. બીજા દિવસે સવારે શિષ્યા સાથી સાઘકોને કંઇ કહે તે પહેલા જ તેને ચીમકી આપી દેવામાં આવી હતી.

મહિલા સાધકે કહ્યું આ રીતે ગુરૂજી તને આશિર્વાદ આપવા માંગે છે.

અન્ય સાઘકે શિષ્યાને કહ્યું કે, “રાત્રે ગુરૂજી સાથે જે કંઇ વાત કરી છે, તારી ભલાઇ માટે છે, તે રીતે ગુરૂજી તને આશિર્વાદ આપવા માંગે છે”. આ બાબતની જાણ તું તારા, માતા- પિતા અથવા આશ્રમમાં આવતા કોઇ વ્યક્તિને કહીશ નહિ, ગુરૂજી ધારે તે કરી શકે તેમ છે. આમ કહી, યુવતિના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાના બીજા દિવસે સાધીકાએ પ્રશાંત પાસે જવા માટેનું કહ્યું હતું. ડરેલી શિષ્યાને વધુ એક વખત સાધીકાએ ધમકી આપતા કહ્યું કે, ગુરૂજી કહે તે નહિ કરે તો તારા પરિવારને ગુરૂજી બરબાદ કરી નાંખશે.

લપંટ પ્રશાંતે માઉથ ફ્રેશનરની ગોળી કહીં ઘેનની ગોળી ખવડાવી દુષ્કર્મ આચર્યું

આ સાંભળી ડરેલી શિષ્યા લપંટના બેડરૂમમાં ગઇ ત્યારે પ્રશાંતે તેને કહ્યું કે, “હું તારા શરીરમાં દૈવી શક્તિની સ્થાપના આજ રાત્રીના કરવાનો છું. તુ સ્નાન કરી લે. અને ત્યાર બાદ પ્રશાંતે શિષ્યાને તારા મોઢામાંથી દુર્ગંધ આવે છે કહીં, માઉથ ફ્રેશનર (ઘેનની) ગોળી ખવડાવીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. યુવતિના જાણ બહાર લપંટ પ્રશાંતે સમગ્ર ઘટનાનો વિડીયો ઉતાર્યો હતો. સવારે યુવતિને પ્રશાંતે ધમકી આપી કે, રાત્રે જે બન્યું છે તે બાબતે કોઇને વાત કરવી નહિ. નહિતર વિડીયો વાઇરલ કરી દઇશ અને તને તથા તારા પરિવારને બદનામ કરી દઇશ. વિડીયો વાઇરલ કરવાની ધમકી આપીને કુકર્મી પ્રશાંતે યુવતિ પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

પ્રશાંતે આપેલા મેમરી કાર્ડમાં સત્સંગનો વિડીઓ નહીં પરંતુ યુવતિની જાણ બહાર ઉતારેલો વિડીઓ હતો.

વેકેશન પુરૂ થતા યુવતિ પોતાના ઘરે જતી રહી ત્યારે પાપી પ્રશાંતે તેના પિતાને બોલાવી જણાવ્યું કે, તમારી છોકરી કોઇ છોકરાના લફડામાં છે. જેથી તેને આશ્રમમાં સેવા કરવા મારી સાથે રાખો. કારણ કે તમારી છોકરી તમારા કહ્યામાં નથી. તેમ જણાવી યુવતિને તેના વિરૂદ્ધ કર્યા હતા. પિતાના કહેવાથી યુવતિ આશ્રમમાં જતી ત્યારે પ્રશાંત તેની સાથે અવાર-નવાર દુષ્કર્મ આચરતો હતો. જેથી આખરે યુવતિએ જવાનું બંધ કરી દીધું હતું. ત્યાર બાદ પ્રશાંતે યુવતિના પિતાને મેમરી કાર્ડ આપ્યું હતું. જેમાં સત્સંગના વિડીય હોવાનું જણાવ્યું હતું. યુવતિએ કાર્ડમાં જોતા તેની જાણ બહાર ઉતારવામાં આવેલો વિડીયો સામે આવ્યો હતો. યુવતિને પાપી પ્રશાંત વિરૂદ્ધ ગુનો નોંધાયો હોવાનું સામે આવતા તેણે હિંમત દાખવી ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud