• સોમવારે રાત્રે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પ્રચાર અર્થે કરજણ આવ્યા હતા, જ્યાં તેમની પર ચપ્પલ ફેંકાયું હતું
  • જિલ્લા પોલીસે 24 કલાકમાં કાવતરાખોરની ધરપકડ કરી
  • શિનોરના રશ્મિન પટેલ દ્વારા ડેપ્યુટી સીએમ પર માણસો દ્વારા ચપ્પલ ફેંકાવડાવવામાં આવ્યો હતો.

વડોદરા. કરજણ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ માટે પ્રચારાર્થે આવેલા રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. ઘટનાના 24 કલાકમાં જિલ્લા પોલીસે ચપ્પલ ફેંકવા માટેનું કાવતરું ઘડનાર રશ્મિન પટેલની ધરપકડ કરી હતી.

રાજ્યમાં 8 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. દરમિયાન કરજણ સીટ પરથી મૂળ કોંગ્રેસના અને હવે ભાજપના ઉમેદવાર અક્ષય પટેલના પ્રચાર અર્થે ગતરોજ રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ આવ્યા હતા. નીતિન પટેલની જાહેર સભા બાદ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન એકા એક ચપ્પલ તેમના પર ફેંકવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ પણ તેમને પત્રકારો સાથે વાતચીત ચાલુ રાખી હતી.

સમગ્ર ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ હતી. મામલાની સઘન તપાસને પગલે જિલ્લા પોલીસે ઘટનાની 24 કલાકમાં શિનોરના રશ્મિન પટેલની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને ઓડિયો કલીપ મળી હતી જેમાં રશ્મિન પટેલે જુતા ફેંકવાનો પ્લાન સફળ થયો હોવાનું જણાવ્યું હતું. રશ્મિન પટેલ કોંગ્રસ સાથે જોડાયેલો કાર્યકર છે તેવી હકીકત તપાસમાં બહાર આવી હતી. બાતમીદારોના સઘન નેટવર્કને કારણે પોલીસને ગણતરીના સમયમાં કાવતરાખોરને શોધી કાઢવામાં મદદ મળી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud