• ભાયલીમાં સબ સ્ટેશન પાસે આવેલા નાળામાં કોઇએ જાણતા – અજાણતા માછલી પકડવાની જાળી ફેકી હતી
  • જાળીમાં સોમવારે સાંજે બે ત્રણ સાપ ફસાયા હોવાનું સ્થાનિક આર્કિટેકના ધ્યાને આવતા રેસ્ક્યૂ માટે કોલ કર્યો
  • પ્લાસ્ટીકની જાળીના ગુંચવાડામાં ફસાયેલા ત્રણ સાપમાં થી એકનું મોત થયું, બીજા બે સાપ ઘવાયેલી હાલતમાં મળ્યા
  • એનીમલ રેસ્ક્યૂ વડોદરાના વોલંટીયર્સે સાવચેતી પુર્વક સાપને જાળીમાંથી મુક્ત કરાવી સારવાર અર્થે ખસેડ્યા

વડોદરા. માનવીય ભુલોને કારણે વન્યજીવે મૃત્યુ થયાનો એક કિસ્સો સામે આવ્યો છે. ભાયલીના સબ સ્ટેશન પાસેથી પસાર થતા નાળામાં માછલી પકડવાની જાળીના ગુંચવાડામાં ત્રણ સાપ ફસાયા હતા. રેસ્ક્યૂ કરવા માટે એ.આર.વી.ની ટીમ પહોંચી ત્યારે ખુબ જ સાવચેતી પુર્વક ત્રણે સાપોને નાળામાંથી બહાર કાઢી ગુંચવાડામાંથી મુક્ત કર્યા હતા. જેમાં એક સાપનું મોત થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા.

આપણે બિનઉપયોગી વસ્તુઓનો આડેધડ નિકાલ કરતી વખતે કદાચ એક પણ વખત નથી વિચારતા, પરંતુ અયોગ્ય નિકાલ કોઇનો જીવ લઇ શકે છે. તેવો જ માનવીય ભુલનો એક કિસ્સો સોમવારે સામે આવ્યો હતો. ભાયલીના સબ સ્ટેશન પાસેથી પસાર થતા નાળામાં કોઇ વ્યક્તિએ જાણતા – અજાણતા માછલી પકડવાની જાળી નાખી હશે. પરંતું તે જાળીમાં ત્રણ સાપ ફસાયા હતા અને તેમાંથી છુટવા માટે મથામણ કરી રહ્યા હતા. આ અંગે નજીક ઓફિસ ધરાવતા આર્કિટેક પાર્થ મેવાડાનું ધ્યાન જતા તેણે તાત્કાલીક એનીમલ રેસ્ક્યૂ વડોદરાના વોલંટીયર્સને રેસ્ક્યૂ કોલ કર્યો હતો.

વોલંટીયર્સ સ્થળ પર પહોંચ્યા તો તેમણે પ્લાસ્ટીકની જાળીમાં ફસાયેલા બે સાપને મથામણ કરતા જોયા હતા. એક સાપ નિષ્ક્રીય હતો. વોલંટીયર દર્પણ પરમાર અને તેના સાથીએ સાવચેતી પુર્વક સાપને જાળીમાંથી મુક્ત કરાવ્યા હતા. જેમાંથી એક સાપનું ફસાઇ જવાને કારણે મોત નિપજ્યું હતું અને અન્ય બે સાપ ઘાયલ થયા હતા. બંન્ને સારવાર માટે સાવચેતી પુર્વક નવ વિભાગમાં સોંપવામાં આવ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud