•  આશ્રમમાં જતી યુવતિને પ્રશાંતને તાબે થવામાં મદદ કરતી દિશા
  •  પ્રશાંત સહીત તેની ત્રણ અંગત સેવિકાઓ સામે પિડીતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
  •  દિશા ઉર્ફે જોનની પોલીસે ધરપકડ કરતા તેનુ એક જ રટણ મને તો આ બાબતની કંઇ જાણ જ નથી
  • પ્રશાંતનો જેલમાંથી કબજો મેળવવા પોલીસ કોર્ટમાંથી ટ્રાન્સફર વોરન્ટ મેળવશે

વડોદરા. બગલામુખીના કહેવાતા ગુરૂજી અને લંપટ પ્રશાંત ઉપાધ્યાય સામે તાજેતરમાંજ વધુ એક દુષ્કર્મની ફરીયાદ નોંધાઇ હતી. જેમાં પિડીતાએ પ્રશાંત સહીત તેની અંગત ત્રણ સેવિકાઓ સામે ગુનો નોંધાવ્યો હતો. જેથી પોલીસે રવિવારે મોડી સાંજે પ્રશાંતની અંગત સેવિકા દિશા ઉર્ફે જોનને તેના ઘરમાંથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે પાખંડી પ્રશાંત ઉપાધ્યાય સામે નોંધાયેલી દુષ્કર્મની વધુ એક ફરીયાદમાં દિશા સચદેવા ઉર્ફે જોન, દિક્ષા જસવાણી ઉર્ફે સીમા અને ઉન્નતિ જોષીના નામનો ઉલ્લેખ કરાયો હતો. પ્રશાંતના ગોત્રી સ્થિત આશ્રમમાં વર્ષ-2015માં ધો. 10માં અભ્યાસ કરતી સગીરા સેવા કરવા માટે જોડાઇ હતી. ત્યાર બાદ સગીરાનો પોતાના રૂમમાં બોલાવી પ્રશાંતે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ પ્રશાંત અને તેની સેવીકાએ અલગ અલગ રીતે પીડીતાને ધમકાવતી હતી.

આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે પિડીતાએ ફરીયાદ નોંધાવતા પોલીસે પ્રશાંતનો જેલમાંથી કબજો મેળવવા તજવીજ શરૂ કરી છે. જ્યારે બીજી તરફ આ ગુનામાં સંડોવાયેલી પ્રશાંતની અંગત સેવિકાઓની પોલીસે તપાસ શોધખોળ હાથ ધરી હતી. જેમાં વાઘોડીયા ડભોઇ રોડ પર આવેલા કાન્હા ગોલ્ડમાં રહેતી દિશા ઉર્ફો જોનના ઘરે પહોંચી પોલીસે તેને ઝડપી પાડી હતી. જોકે પોલીસે આ મામલે દિશાની પ્રાથમિક પુછ પરછ કરતા તે આ બનાવની જાણે તદ્દન અજાણ હોય તેનો ઢોંગ કરવા માંડી હોવાનુ જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસે દિશાનો કોરોના ટેસ્ટ કરાવવા માટે તજવીજ હાથ ધરી છે. ટેસ્ટનો રિપોર્ટ આવ્યાં બાદ પોલીસે તેની સધન પુછપરછ હાથ ધરશે.

આ પ્રકરણમાં દિશા ઉર્ફે જોનની શું ભુમિકા હતી ?

આશ્રમમાં સેવા કરાયાના થોડા દિવસો બાદ અંગત સેવિકાઓ દ્વારા પ્રશાંતના બેડરૂમમાં પાણી લઇને સગીરાને મોકલવામાં આવી હતી. ત્યારબાદ પ્રશાંત પગ દબાવવા સગીરાને પટાવીને મોકલવામાં આવી હતી. સેવીકાઓ દ્વારા તમામ રીતે પ્રશાંતની પાપલીલા પોષવા માટે અનુકુળ કામ કરવામાં આવતું હતું.

એક રાત્રે પગ દબાવતી વેળાએ પ્રશાંતે યુવતિના બંન્ને ગાલ પર હાથ મુકી કહ્યું કે, તું મને બહુ ગમે છે. આઇ લવ યુ. હું તારા વગર જીવી શકીશ નહિ. તારી ફીગર મને બહુ ગમે છે. તેમ જણાવી પ્રશાંતે યુવતિની નજીક આવવાનો પ્રયત્ન કરી પોતાની કુચેષ્ઠા વ્યક્ત કરી હતી. બીજા દિવસે સવારે દિશા ઉર્ફે જોને યુવતિને જણાવ્યું કે, રાત્રે ગુરૂજીએ જે કાંઇ વાત કરેલ છે. તે તારી ભલાઇ માટે કરેલ છે. તે રીતે ગુરૂજી તને આશિર્વાદ આપવા માંગે છે. આ બાબતની જાણ તું તારા માતા-પિતા તથા આશ્રમમાં આલવા કોઇ વ્યક્તિને કરીશ નહિ. ગુરૂજી ધારે તે કરી શકે છે.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud