• મેચસ્ટીક આર્ટિસ્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની દિવાસળીની મદદથી પ્રતિકૃતિ તૈયાર કરી
  • રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પહેલા શહેરના કલાકાર દ્વારા 450 દિવાસળીની મદદથી કૃતિ બનાવાઇ
  • હુસૈનખાન પઠાણે બનાવેલી કૃતિઓ પ્રધાનમંત્રી મોદીને ભેટ આપવાની ઇચ્છા

વડોદરા. સરદાર પટેલે રજવાડાને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. જેને લઇને   31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતિને રાષ્ટ્ર એકતા દિવસ તરીકે ઉજવાય છે. સરદાર જયંતિ પહેલા વડોદરાના કલાકાર હુસૈનખાન પઠાણે 450 દિવાસળીની મદદથી દુનિયાના સૌથી મોટા સ્ટેચ્યુ , સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રતિકૃતિ તૈયાર કરી છે. કલાકાર હુસૈનખાન પઠાણને આ કૃતિ પોતાના હસ્તે પીએમ મોદીને ભેટ કરવાની ઇચ્છા છે.

તાજેતરમાં પ્રધાનમંત્રી મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયાની બે દિવસની મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન અનેક લોકાર્પણ અને શિલાન્યાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય એકતા દિવસ પહેલા શહેરના મેચસ્ટીક આર્ટિસ્ટ હુસૈનખાન પઠાણ દ્વારા દિવાસળીના ઉપયોગથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી તૈયાર કરવામાં આવી છે.

કલાકાર હુસૈનખાન પઠાણે જણાવ્યું હતું કે, 31 ઓક્ટોબર સરદાર સાહેબની જન્મ જયંતિ છે. જે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે. દરેક ભારતીયને તે વાતનું ગર્વ હોવું જોઇએ. પીએમ નરેન્દ્ર મોદીએ લોહપુરૂષ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા દેશને અર્પણ કરી છે. હું મારી કળાના માધ્યમથી દેશના લોકોને એકતા અને ભાઇચારાનો સંદેશ આપવા માંગુ છે. એટલે મેં સરદાર પટેલની દિવાસળીની મદદથી પ્રતિમા બનાવી છે. પાંચ દિવસની મહેનત બાદ 450 દિવાસળીના ઉપયોગથી 10 ઇંચની પ્રતિમા બનાવી છે. અત્યાર સુધી મારા દ્વારા બનાવેલી સૌથી નાનું કલાસર્જન છે. નાનકડી સળીઓથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની કૃતિ બનાવવી ખુબ જ અઘરૂ કામ હતું. પરંતુ મહેનત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીને 75 ટકા જેટલી મળતી આવતી પ્રમિના બનાવવામાં સફળતા મળી છે. વધુમાં કલાકાર હુસૈનખાન પઠાણે ઉમેર્યું કે, મેં ગાંધી બાપુ અને પીએમ નરેન્દ્ર મોદીની પણ કલાના માધ્યમથી પ્રતિમા બનાવી છે. અને હું મોદીજીને સ્વહસ્તે ભેટ આપવા માંગુ છું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud