• સ્ટર્લિંગ બાયોટેક લી.ના પ્રોમોટર નિતિન સાંડેસરા, ચેતન સાંડેસરા, સહિત દિપ્તી સાંડેસરા અને હિતેશ પટેલને દિલ્હીની કોર્ટે તાજેતરમાં ભાગેડું જાહેર કર્યા
  • NCLAT માં ફડચાની કાર્યવાહી અંગેનો મામલો હાલ ચાલી રહ્યો છે
  • ટ્રાઇબ્યુનલ દ્વારા ટેક્સ રીફંડ મામલે રાહત સાથે બેંકમાં ફડચા અધિકારીની પુર્વ મંજુરી વગર કોઇ પણ પ્રકારની ચુકવણી ન કરવા માટે જણાવાયું

વડોદરા. સ્ટર્લિંગ બાયોટેક લી.ના પ્રોમોટર નિતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા સામે હજારો કરોડના બેંક લોન કૌભાંડ મામલે દેશની અનેક અગ્રણી તપાસ સંસ્થાઓ દ્વારા તપાસ ચાલી રહી છે. તાજેતરમાં દિલ્હીની સ્પેશીયલ કોર્ટે નિતિન સાંડેસરા, ચેનત સાંડેસરા, દિપ્તી સાંડેસરા અને હિતેષ પટેલને ભાગેડુ જાહેર કર્યા હતા. દરમિયાન નેશનલ કંપની લો એપેલેટ ટ્રીબ્યુનલ, મુંબઇ દ્વારા ફડચામાં ગયેલી સ્ટર્લિંગ બાયોટેક લી.ને રૂ. 1.23 કરોડના ટેક્સ રીફંડ મામલે મોટી રાહત આપવામાં આવી છે.

સ્ટર્લિંગ બાયોટેક લી.ના પ્રોમોટર હજારો કરોડના બેંક લોન કૌભાંડમાં સંડોવાયા બાદ દેશ છોડીને ફરાર થયા હતા. સ્ટર્લિંગ બાયોટેક લી. સામેની ફડચાની કાર્યવાહી હાલ ચાલી રહી છે. તાજેતરમાં મુંબઇ ખાતે આવેલી નેશનલ કંપની લો એપેલેટ ટ્રીબ્યુનલ (NCLAT) ખાતે સ્ટર્લિંગ બાયોટેક લી.ના ટેક્સ રીફંડ મામલે સુનવણી હાથ ધરવામાં આવી હતી. તમામ પક્ષોની દલીલ બાદ NCLAT દ્વારા ટેક્સ રીફંડ મામલે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો.

નેશનલ કંપની લો ટ્રીબ્યુલમાં સ્ટર્લિંગ બાયોટેક લી. સામે ચાલતી સીઆઇઆરપી પ્રક્રિયાની સમયમર્યાદા પુર્ણ થતાની સાથે, ફડચા અધિકારીએ નેશનલ કંપની લો એપેલેટ ટ્રાઇબ્યુનલમાં સેક્શન 12 એ અંતર્ગત કોર્પોરેટ ઇન્સોલવન્સી રીઝોલ્યુશન પ્રોસેસ-CIRP ફડચાની પ્રક્રિયા પરત ખેંચવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. એન.સી.એલ.એ.ટી.માં સુનવણી દરમિયાન હાલ કોઇ CIRP (ફડચાની) પ્રક્રિયા આખરી ચુકાદો આપવામાં આવ્યો નથી, અને આખરી ચુકાદો ન આવે ત્યાં સુધી ફડચાની કાર્યવાહી ચાલુ રાખવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

9 જુન 2020 ના રોજ ગુજરાત વેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ટેક્સ ના બાકી નિકળતા રૂ. 1.23 કરોડ ભરપાઇ કરવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અટલાદરા બ્રાન્ચને પત્ર લખ્યો હતો. બેંક દ્વારા ટેક્સ વિભાગના બાકી નિકળતા નાણાં ચુકવવા માટેનો ડીડી આપી ચુકવણી કરી દીધી હતી.

ફડચા અધિકારીએ ટેક્સ પેટે ચુકવેલા નાણાં રીફંડ મેળવવા માટે નેશનલ કંપની લો એપેલેટ ટ્રીબ્યુનલમાં ધામા નાંખ્યા હતા. એન.સી.એલ.એ.ટી દ્વારા ટેક્સ ડિપાર્ટમેન્ટને ટેક્સ પેટે વસુલવામાં આવેલા રૂ. 1.23 કરોડ પરત આપવા માટેને ઓર્ડર કરવામાં આવ્યો હતો. તેની સાથે ફડચા અધિકારીની પુર્વ મંજુરી વગર કોઇ પણ પ્રકારની ચુકવણી ન કરવા માટે જાણ કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !