• સસરાએ જો તું પરત નહિ આવે તો મારા દીકરા માટે બીજી છોકરી અમે શોધી રાખી છે, અને તેની સાથે મારા દીકરાના લગ્ન કરાવી દેવાની ધમકી આપી
  • સસરાએ તારા ઘરે આવી મારા દીકરા પાસે તલ્લાક તલ્લાક બોલાવડાવી દેવાની પણ ધમકી આપી
  • મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પતિ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

વડોદરા. શહેરના મદનઝાપા રોડ પર રહેતી પરણિતાને પતિએ ચાર મિત્રોની હાજરીમા 3 વાર તલાક બોલીને છુટા છેડા આપી પરિણીતાના પિતાને ફોન ઉપર પણ હું 3 વાર તલ્લાક બોલું છું તેમ કહી છૂટાછેડા આપી દીધા. તેમજ સસરાએ જો તું પરત નહિ આવે તો મારા દીકરા માટે બીજી છોકરી અમે શોધી રાખી છે, અને તેની સાથે મારા દીકરાના લગ્ન કરાવી દઇશ અને તારા ઘરે આવી મારા દીકરા પાસે તલ્લાક તલ્લાક બોલાવડાવી દઈશ તેવી ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પતિ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

મદનઝાપા રોડ પર રહેતી મુસ્કાન (નામ બદલ્યું છે)ના વર્ષ 2016માં મોહમંદ ઉમર યુસુફ બિલ્લાવાલા સાથે લગ્ન થયા હતા. લગ્નબાદ મુસ્કાન સાસુ- સસરા,દિયર અને પતિ સાથે સયુંકત કુટુંબમાં રહેતી હતી. લગ્નના દોઢ મહિના પછી પતિનો મુસ્કાન સાથેના વ્યવહારમાં બદલાવ થવા લાગ્યો હતો. મોહંમદ મુસ્કાનને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. તેમજ મારઝૂડ પણ કરતો હતો. આ ઉપરાંત તેણીનો સસરા યુસુફ મલંગ બિલ્લાવાલ પણ મહેણાં ટોણા મારી ત્રાસ આપતા હતા. જેથી મુસ્કાને પતિનું ઘર છોડી પિતાના ઘરે રહેવા જતી રહી હતી.

દરમિયાન યુસુફએ મુસ્કાન જો તું પરત નહિ આવે તો મારા દીકરા માટે બીજી છોકરી અમે શોધી રાખી છે, અને તેની સાથે મારા દીકરાના લગ્ન કરાવી દઇશ અને તારા ઘરે આવી મારા દીકરા પાસે તલ્લાક તલ્લાક બોલાવડાવી દઈશ તેવી ધમકી આપી હતી. તેમજ દહેજની માંગણી પણ કરવામાં આવી હતી. જેથી મુસ્કાનના પિતાએ કુટુંબીજનો અને વડીલોની વચ્ચે રાખી અવાર નવાર સમાધાન કરાવવાની કોશિષ કરી હતી.

વર્ષ 2020ના જાન્યુઆરી માસમાં મુસ્કાનના પિતાએ મોહંમદને ફોન કરી સમાધાન કરવા કહી તમે મુસ્કાનને રાજી ખુશીથી તેને ઘરે લઇ જવા જણાવ્યું હતું. ત્યારે મોહંમદે મુસ્કાનના પિતાને કહ્યું હતું કે, મુસ્કાનને મેં મારા ચાર મિત્રોની હાજરીમા 3 વાર તલ્લાક બોલીને છુટા છેડા આપી દીધેલ છે. અને તમારી સામે પણ હું 3 વાર તલ્લાક બોલું છું અને મુસ્કાનને છૂટાછેડા આપું છું. જેથી મુસ્કાનનો પિતરાઈભાઈ મોહંમદને રૂબરૂ વાત કરવા ગયો હતો, ત્યારે મારે હવે મુસ્કાન સાથે કોઈ સંબંધ નથી તેને મેં 3 વાર તલાક બોલીને છૂટાછેડા આપી દીધેલ છે. જેથી પતિ અને સસરાએ ગેરકાયદેસર રીતે 3 વાર તલ્લાક બોલી તલાક આપી દેતા મુસ્કાનએ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !