• અમદાવાદ એટીએસએ સ્થાનિક અધિકારીઓને સાથે રાખીને ઓપરેશન પાર પાડ્યું હતું
  • વડોદરામાં બેઝ ઉભો કરી રાજ્યમાં હુમલાનું આયોજન કરે તે પહેલા જ આતંકીને પકડી લેવાયો
  • ઓફિસર્સે બુલેટપ્રુફ જેકેટ પહેરીને આતંકીના ગોરવા ખાતે આવેલા ઘર પર ત્રાકટી હતી.

વડોદરા. એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડે વડોદરાના ગોરવા ખાતેના પંચવટી સર્કલથી ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના આંતકી જાફરને 10 જાન્યુઆરીના રોજ ઝડપી પાડ્યો હતો. વડોદરામાં આઈએસનો બેઝ ઊભો કરી રાજયમાં હુમલાની યોજનાનું પ્લાનિંગ કરાયું હોવાનો ઘટસ્ફોટ એટીએસની તપાસમાં થયો છે. આતંકીને પકડના એટીએસના ડીઆઇજી હિમાંશુ શુક્લાને યુનિયન હોમ મિનીસ્ટ્રીઝ દ્વારા સ્પેશિયલ ઓપરેશન મેડલ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે.

વડોદરામાં પંદર દિવસથી જાફર ભાડાનું મકાન રાખીને રહેતો હતો. દિલ્હી પોલીસે આઈએસના ત્રણ આતંકી પકડયા બાદ તેમનો સાગરિત વડોદરા છુપાયો હોવાના સેન્ટ્રલ એજન્સીએ આપેલા ઈનપુટના આધારે એટીએસએ ઓપરેશન પાર પાડ્યું હતું. જાફર સાથે વધુ ચાર શકમંદોની પણ એટીએસએ અટકાયત કરી છે. મૂળ તામિલનાડુના છ આંતકીઓ પૈકીનો જાફર અલી મહોમદ ફલીકને વડોદરાના રણજીત રાઠોડ નામની વ્યક્તિએ પોતાનું મકાન ભાડે આપ્યું હતું અને અહીં તે પંદર દિવસથી રહેતો હતો. તેની સાથે અન્ય એક વ્યક્તિ પણ રોકાઇ હોવાનું પાડોશી મહિલાએ જણાવ્યું હતું.

સમગ્ર ઓપરેશન પાર પાડનાર ટીમને યુનિયન હોમ મિનીસ્ટ્રીઝ મેડસ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. આ અંગેની જાણ ડીજીપી ગુજરાત દ્વારા સત્તાવાર એકાઉન્ટ પરથી કરી હતી.

બુલેટપ્રૂફ જેકેટ પહેરી ATSની ટીમ ત્રાટકી હતી

ગોરવાના મધુનગરના મકાનમાં આઈએસના 3 આતંકી છુપાયા હોવાની બાતમીએ એટીએસ વડોદરા પોલીસને સાથે રાખી પહોંચી હતી. અધિકારીઓ બુલેટપ્રૂફ જેકેટ પહેરીને સુમોમાંથી ઉતર્યા ત્યારે ત્યાં કેટલાક છોકરા ક્રિકેટ રમતા હતા. પોલીસે તેમને ત્યાંથી ખસી જવા કહ્યું હતું અને ત્યારબાદ જાફરના મકાનનો દરવાજો ખખડાવ્યો. જાફરે જાતે જ દરવાજો ખોલતા એટીએસએ તેને ઝડપી લીધો હતો.

હોમ મિનીસ્ટ્રીના સ્પેશિયલ ઓપરેશન મેડલ માટે કોને સિલેક્ટ કરાયા

હિમાંશુ શુક્લા, DIG

આઇ. જી. શેખ, SP

કે. કે. પટેલ, Dy.SP

વી. આર. મલ્હોત્રા, PI

કેતન ભુવા, PSI

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud