પોલીસે ટેમ્પો ચાલકે સહિત કંડકટરને પકડી પાડી ત્રણ ભેંસને છોડાવી
ત્રણ ભેંસ, ટેમ્પો અને બે મોબાઈલ મળી કુલ રૂ 2.85 લાખની મતાનો મુદ્દામાલ કબ્જે કર્યો
પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
વડોદરા. જવાહરનગર પોલીસ રાત્રીના સમયે પેટ્રેલીંગ દરમિયાન કોઇને જાણ ન થાય તેવી રીતે નંબર પ્લેટ વગરના ટેમ્પામાં ગેરકાયદેસર રીતે ભેંસની હેરાફેરી કરી રહેલા બે શખ્સને પકડી પાડ્યા છે. પોલીસે ત્રણ ભેંસ, ટેમ્પો અને બે મોબાઈલ મળી કુલ રૂ 2.85 લાખની મતાનો મુદ્દામાલ કબ્જે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરની જવાહરનગર પોલીસ મથકની પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંંગ દરમિયાન રણોલી પેટ્રોફિકસ ત્રણ રસ્તા પાસે પહોંચી હતી. ત્યારે બાતમીદારથી બાતમી મળી હતી કે, અશોક લેનના નંબર વગરના સફેદ કલરના ટેમ્પામાં ભેંસને બાંધી ગેરકાયદેસર રીતે કતલખાને નંદેસરીથી કોયલી તરફ લઇ જવાઈ રહી છે. જેથી મળેલ બાતમીના આધારે કોયલી તરફ જતા રસ્તામાં આવતી હેટિઝ કંપની પાસે પોલીસે વોચ ગોઠવી હતી.
દરમિયાન રાત્રીના 11.15 વાગ્યે નંદેસરી તરફથી આવી રહેલ નંબર પ્લેટ વગરના ટેમ્પાને કોર્ડન કરી પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટેમ્પમાંથી ગેરકાયદેસર રીતે લઇ જવામાં આવી રહેલી ત્રણ ભેંસ મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને કંડકટરને કોર્ડન કરી પુછપરછ આદરી હતી. પુછપરછ દરમિયાન ટેમ્પો ચાલકે પોતાનું નામ જાઈદ ઇસ્માઇલ રાઠોડ (રહે, ભોજ ગામ, પાદરા ) અને કંડક્ટરે ઇલ્યાસ દિલીપભાઈ ચાવડા (રહે, ભોજ ગામ, પાદરા) જણાવ્યું હતું. પોલીસે 30,000ની ત્રણ ભેંસ, ટેમ્પો અને બે મોબાઈલ મળી કુલ રૂ,2.85 લાખની મતાનો મુદ્દામાલ કબ્જે કરી બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.