વડોદરા. નહેરૂભવન ચાર રસ્તા પાસે મોઢા પર માસ્ક પહેર્યા અંગેના ચેકીંગની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન સ્વિફ્ટ કારમાં બેઠેલા બે વ્યક્તિઓ પૈકી એક માસ્ક પહેર્યુ ન હતું. જેને કારણે ચેકીંગ કરી રહેલા કર્મીએ દંડ ભરવાનું જણાવતા કાર ચાલકે ગાડી આગળ ચલાવી હતી. પોલીસ કર્મીએ તેનો પીછો કર્યો હતો રાજમહેલ રોડ પર ગાડીને રોકતા કારમાં બેઠેલા લોકોએ પોલીસ કર્મી સાથે દુર્વ્યવહાર કરી થાય તેમ કરી લો, તારી નોકરી છોડાવી દઇશું તેમ જણાવ્યું હતું. માસ્ક ચેકીંગની કામગીરીમાં જોડાયેલા કર્મીએ કારમાં બેઠેલા બે વ્યક્તિઓ સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે રોકવાનું કહેવા છતાં કાર પૂરપાટ ઝડપે ભગાવી

વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ લોકરક્ષક દળના રોનકકુમારે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ અન્ય સહકર્મચારીઓ સાથે નહેરૂ ભવન ચાર રસ્તા પાસે કોરોના મહામારીના પગલે લોકો માસ્ક પહેરે છે કે, કેમ તે અંગેની ચકાસણીનું કામ કરી રહ્યા હતા. દરમિયાન કિર્તીસ્તંભ તરફથી આવેલી સ્વિફ્ટ કારને પોલીસ કર્મીઓએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. ચાલકે કાર સાઇડમાં ઉભી રાખવાની જગ્યાએ ભગાડી હતી. કર્મીઓએ કારનો પીછો કરીને તેને કુંજ પ્લાઝા એપાર્ટમેન્ટ પાસે રોકી હતી. અને માસ્ક ન પહેરવા બદલ દંડ ભરપાઇ કરવા જણાવ્યું હતું.

ઉશ્કેરાયેલા શખ્સોએ પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી

કારમાં બેસેલા બે વ્યક્તિઓ હેનીલ પટેલ(રહે, ગંગોત્રી એપાર્ટમેન્ટ, આરવી દેસાઇ રોડ, વડોદરા) અને માનવ ટેલર(રહે, ઉપલા ફળીયા, પથ્થર ગેટ, વડોદરા) પૈકી એક વ્યક્તિએ મોઢા પર માસ્ક પહેર્યું ન હતું. જેથી પોલીસે રૂ 1 હજાર રૂપિયાના દંડની ભરપાઇ કરવા જણાવ્યું હતું. ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી અને પોલીસ કર્મીની ફેટ પકડીને મુક્કા મારવા લાગ્યાઅને પોલીસને કહ્યું હતું કે, ‘ અમે સ્ટાફના માણસો છીએ. ગમે તેમ રૂપિયા ભરાય નહિ. તમારાથી થાય એમ કરી લો, તારી નોકરી છોડાવી દઇશ, મારી કાર રોકવાની તારી ઓકાત નથી’ .

પોલીસે બંને શખ્સ સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી

નવાપુરા પોલીસે બંને કોવિડ ગાઈડલાઇનનું ઉલ્લંઘન અને જાહેરનામાનો ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને બંને શખ્સોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !