પરિવાજનોની આજીજી છત્તા મીનેષે મોભા અનુસાર લગ્ન કરવા માટેના સ્થળની પસંદગી કરાવી
લગ્ન પુર્ણ થયા ઘરે ગયા બાદ મીતેષે પોતાની વિકૃતી બતાવી સોનીયાને શારીરીક ત્રાસ આપવાનું શરૂ કર્યું
સોનીયાને મોબાઇલમાં અશ્લીન વિડીયો બતાવી તે પ્રમાણે જ અનુસરવા માટે દબાણ કરાતું
શેરબજારમાં રૂ. 5 લાખનું નુકશાન જતા પૈસા પિયરમાંથી લાવવા સોનીયાને રીબાવવામાં આવી
વડોદરા. શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી સોનીયા (નામ બદલ્યું છે)ના લગ્ન તેના જ્ઞાતીના યુવક મીનેશ સાથે થયા હતા. પરંતુ લગ્નની મંડપથી લઇને એક વર્ષ સુધી પતિના વિકૃત વર્તનને કારણે સોનીયા ત્રસ્ત થઇ ગઇ હતી. આખરે સોનીયાએ તેના પતિ, સાસુ અને નણંદ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સોનીયા પોતોના પરિવારની ત્રીજી પુત્રી છે. તેના લગ્ન તેની જ્ઞાતીના મીનેશ પરમાર સાથે નક્કી થયા હતા. લગ્નનું સ્થળ છેલ્લી ઘડીએ મીનેષના પરિવારજનોએ બદલાવ્યું હતું. મીનેશના પરિવારનું માનવું હતું કે, અમારી ઇજ્જત આબરૂ જાય તેવા સ્થળ પર અમે જાન લઇને આવીએ નહી. છેલ્લી ઘડીએ સ્થળ બદલવા માટેની મુશ્કેલી સોનીયાના પરિવારજનોએ સાસરીયા સમક્ષ વર્ણવી હતી. ત્યારે વળતો જવાબ આવ્યો કે, તો તમારી છોકરીને ઘરે રાખી મુકો પરણાવવાની કોઇ જરૂર નથી.
આખરે મીનેશના પરિવારનો મોભો સચવાય તેવી રીતે લગ્ન કરાવવામાં આવ્યા હતા. લગ્નના દિવસે ચોરીમાં મીનેશ સોનીયાને કહ્યું કે, મારી ઇચ્છા બીજી છોકરી સાથે લગ્ન કરવાની હતી, પણ તને ખોટી હા પાડી દીધી. તારા કરતા ઘણી સરસ છોકરીઓ મને લગ્ન માટે મળતી હતી. વાત સાંભળીને સોનીયા ડઘાઇ ગઇ હતી. આખરે લગ્નવિધી પુર્ણ થઇ હતી.
સોનીયાના જીવનમાં સમસ્યા આટલેથી અટકી ન હતી. લગ્ન વિધી પુર્ણ કરીને મીનેશ સોનીયાને લઇને પોતોના ઘરે પહોંચ્યો હતો. ત્યાં જ તેની વિકૃતીનો કિસ્સો સામે આવ્યો હતો. અઘટીત માંગણી કરીને મીનેશે સોનીયાને શારીરીક યાતનાઓ આપી હતી. જેમાં બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી સોનીયાને કેટલાય દિવસો સુધી શારીરીક દુખ વેઠવું પડ્યું હતું.
ત્યાર બાદ મીનેશ પોતાની મનો વિકૃતી પોષવા માટે સોનીયાને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. મીનેશ મોબાઇલમાં અશ્લીલ વીડિઓ બતાવીને તે પ્રમાણેનું અનુસરણ કરવા માટે સોનીયાને ભારે દબાણ કરતો હતો અને જો તે પ્રમાણે ન કરે તો તેને શારીરીક યાતનાઓનો આપવામાં આવતી હતી. આમ, અનેક દિવસો સુધી મીનેશ પોતાની મનોવિકૃતી પોષવા માટે સોનીયાને ત્રાસ આપતો રહ્યો હતો.
મીનેશને શેર બજારમાં રૂ. 5 લાખનું નુકશાન જતા તેને સોનીયાને પોતાના પિયરથી રૂપિયાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. પૈસાની માંગણી જો નહિ સંતોષાય તો તને રીબાવવામાં આવશે તેવું રટણ ચાલુ રાખ્યું હતું. લગ્નના દિવસથી લઇને અત્યાર સુધી અનેક ત્રાસ સહન કરી થાકેલી સોનીયાએ તેના પતિ, સાસુ અને નણંદ વિરૂદ્ધ ઉપરોક્ત બાબતે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
- પરિવાજનોની આજીજી છત્તા મીનેષે મોભા અનુસાર લગ્ન કરવા માટેના સ્થળની પસંદગી કરાવી
- લગ્ન પુર્ણ થયા ઘરે ગયા બાદ મીતેષે પોતાની વિકૃતી બતાવી સોનીયાને શારીરીક ત્રાસ આપવાનું શરૂ કર્યું
- સોનીયાને મોબાઇલમાં અશ્લીન વિડીયો બતાવી તે પ્રમાણે જ અનુસરવા માટે દબાણ કરાતું
- શેરબજારમાં રૂ. 5 લાખનું નુકશાન જતા પૈસા પિયરમાંથી લાવવા સોનીયાને રીબાવવામાં આવી